By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: UN બેઠકમાં બળાત્કારના આરોપી નિત્યાનંદનો દેશ ‘કૈલાશા’ સામેલ, ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > UN બેઠકમાં બળાત્કારના આરોપી નિત્યાનંદનો દેશ ‘કૈલાશા’ સામેલ, ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું
GeneralInternational

UN બેઠકમાં બળાત્કારના આરોપી નિત્યાનંદનો દેશ ‘કૈલાશા’ સામેલ, ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું

HM News
Last updated: 28/02/2023 8:33 AM
HM News
2 years ago
Share
SHARE

– ભારતમાંથી ભાગેડુ નિત્યાનંદના કાલ્પનિક દેશના પ્રતિનિધિ UNની બેઠકમાં હાજરી આપી
– આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ભારત દ્વારા નિત્યાનંદને પરેશાન કરવામાં આવી રહ્યા છે
– કૈલાશના પ્રતિનિધિએ કહ્યું હતું કે, નિત્યાનંદ ‘હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શિક્ષક’ છે
– વૈશ્વિક રાજદ્વારી સ્તરે એક એવી ઘટના બની છે જે મજાકથી ઓછી નથી.

બળાત્કારનો આરોપી અને પોતાને ભગવાનનો દરજ્જો આપનાર નિત્યાનંદ દ્વારા સ્થાપિત કાલ્પનિક દેશ ‘કૈલાશા’ના એક પ્રતિનિધિ UN બેઠકમાં હાજરી આપી હતી.આ બેઠકમાં ભારત વિરૂધ ઝેર ઓકવામાં કોઈ કરસ બાકી રાખવામાં આવી ન હતી. કૈલાશના પ્રતિનિધિએ કહ્યું હતું કે, નિત્યાનંદ ‘હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શિક્ષક’ છે અને તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.યુએનની બેઠકમાં નિત્યાનંદને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે.

નિત્યાનંદનો પક્ષ રાખવા માટે મા વિજયપ્રિયા નિત્યાનંદ નામની એક મહિલાએ UNની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો (CESR)ની 19મી બેઠકમાં હાજરી આપી હતી.તેમણે એવો દાવો કર્યો હતો કે, ભારત ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાશ’ના સ્થાપક નિત્યાનંદ પર અત્યાચાર કરી રહ્યું છે. . કૈલાશને હિંદુ ધર્મના પ્રથમ સાર્વભૌમ રાજ્ય તરીકે વર્ણવતા વિજયપ્રિયાએ રાષ્ટ્રીય સમુદાયને કૈલાશા અને નિત્યાનંદના 20 લાખ હિંદુ વસાહતીઓ પર થતા જુલમને રોકવા માટે હાકલ કરી હતી.

શું UNએ માન્યતા આપી

બેઠકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે 150 દેશોમાં દૂતાવાસ અને એનજીઓની સ્થાપના કરી છે.જો કે, કૈલાશને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા મળી છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.અને જો માન્યતા મળી હોય તો નિત્યાનંદને કઈ પ્રક્રિયાથી કાલ્પનિક દેશના રાજા બનાવવામાં આવ્યા? નિત્યાનંદને જાતીય સતામણીના આરોપમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.નવેમ્બર 2019માં ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે તે ફરાર થઈ ગયો હતો.પોલીસ તેના આશ્રમમાં બાળકોના અપહરણ સંબંધિત આરોપોની તપાસ કરી રહી હતી.

ઘણા પ્રશ્નો ઉભા થાય છે

ઓક્ટોબર 2022માં બ્રિટનમાં કન્ઝર્વેટિવ સાંસદોએ જ્યારે નિત્યાનંદના સમર્થકોને સંસદમાં દિવાળી પાર્ટીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું ત્યારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.ઈન્ટરપોલે નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે.જો કે, કાલ્પનિક દેશના પ્રતિનિધિને આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં હાજરી આપવા દેવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે.સવાલ એ છે કે શું આવા કાર્યક્રમોમાં હાજરી આપવાથી જાતીય સતામણીના આરોપીઓને પ્રોત્સાહન નહીં મળે? બીજો મોટો પ્રશ્ન એ છે કે જે દેશનું અસ્તિત્વ જાણીતું નથી,શું તેના પ્રતિનિધિઓને યુએનની બેઠકમાં આવવા દેવા એ સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનું અપમાન નથી?

ઔરંગાબાદ પાસે લૂંટારાઓએ દેવગિરી એક્સપ્રેસ પથ્થરમારાથી અટકાવી પ્રવાસીઓને લૂંટી લીધા
સુરત-મુંબઇ હાઇવે પર બારડોલીના NRI પરિવારને અકસ્માત નડયો : ચારના કમકમાટીભર્યા મોત
SGST વિભાગ કુંભકર્ણ નિદ્રામાં ! સુરતના ઇકો સેલે પકડેલા કૌભાંડનો આંક , રૂ. 3 હજાર કરોડને પાર
પુણેથી બાય રોડ કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા : જાણો ક્યાંથી મેળવી શકશો રસી
આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા
Share This Article
Facebook Email Print
Previous Article PSI ભરતીમાં કૌભાંડ? મયુર તડવીની આકરી પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
Next Article AIMIMના અસદુદ્દીન ઓવૈસીની દીકરીના સસરાએ જીવન ટૂંકાવ્યું, આ કારણે પોતાને જ ગોળી ધરબી દેતાં થયું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up