દેશની રાજનીતિમાં એક મોટો ભૂકંપ આવવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના એક મોટા નેતા પાર્ટી બદલીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે બપોરે 1 વાગ્યા આ કૉંગ્રેસી નેતાને બીજેપીની સદસ્યતા અપાવશે.સૂત્રોનું કહેવું છે કે બીજેપીમાં આવનારા આ કૉંગ્રેસ નેતા ઉત્તર ભારતથી સંબંધ રાખે છે.
બીજેપીના મિશન યૂપી-2022ની શરૂઆત
કૉંગ્રેસ નેતાના નામને લઇને સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ છે.માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ આજે બીજેપીમાં સામેલ થઈ શકે છે.આને બીજેપીના મિશન યૂપી-2022ની શરૂઆત ગણાવવામાં આવી રહી છે. અનેક લોકોનું માનવું છે કે આ બ્રાહ્મણ નેતાને પોતાના પક્ષમાં લાવીને બીજેપી બ્રાહ્મણોમાં મોટો સંદેશ આપવા ઇચ્છે છે.કહેવામાં આવી રહ્યું છે કે જિતિન પ્રસાદ કૉંગ્રેસના નેતૃત્વથી નારાજ હતા.
સિંધિયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવાની માંગ
આ પહેલા રાહુલના સૌથી નજીકના જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં સામેલ થઈ ગયા હતા.સિંધિયાના સમર્થક તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવાની ઘણા દિવસોથી માંગ કરી રહ્યા છે.જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના અને મધ્ય પ્રદેશના જળસંસાધન મંત્રી તુલસી સિલાવટે કહ્યું છે કે, જ્યાં સુધી તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની વાત છે તો તેમના તમામ સમર્થક અને શુભચિંતક ઇચ્છે છે કે તેમને યોગ્ય સન્માન આપવામાં આવે.


