લખનૌ,તા.2 ફેબ્રુઆરી બુધવાર : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે મંગળવારે ઉમેદવારોની નવમી યાદી જારી કરી છે.જેમાં 17 ઉમેદવારોના નામ સામેલ કરાયા છે.લખનૌની તમામ 9 બેઠક પર પણ ઉમેદવારોના નામનુ એલાન કરી દીધુ છે.પાર્ટીએ અત્યાર સુધી 215 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવ અને ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી બંનેને ટિકિટ આપવામાં આવી નથી.
હજુ લગભગ 50 ઉમેદવારના નામની જાહેરાત થવાની બાકી છે.મંત્રી સ્વાતિ સિંહનુ આ વખતે ટિકિટ કપાઈ છે.તેમની જગ્યાએ ઈડીના પૂર્વ અધિકારી રાજેશ્વર સિંહને સરોજિની નગરથી ઉમેદવાર બનાવાયા છે. સ્વાતિ સિંહના પતિને પણ ટિકિટ અપાઈ નથી,બંને પાર્ટી પાસે ટિકિટની માગ કરી રહ્યા હતા.
ભાજપ દ્વારા જારી કરાયેલી નવી લિસ્ટ અનુસાર મહોલીથી શશાંક ત્રિવેદી, સિઘૌલી થી મનીષ રાવત, ભગવન્તનગરથી આશુતોષ શુક્લા, સીતાપુર સીટથી રાકેશ રાઠૌર ગુરૂ, મલિહાબાદથી જયા દેવી, સરોજની નગરથી રાજેશ્વક સિંહ,બક્શીના તલબથી યોગેશ શુક્લા,લખનૌ પશ્ચિમથી અંજની શ્રીવાસ્તવ, લખનૌ ઉત્તરથી ડૉ. નીરજ બોરા, લખનૌ પૂર્વથી આશુતોષ ટંડન “ગોપાલ”, લખનૌ મધ્યથી રજનીશ ગુપ્તા, લખનૌ કેન્ટથી બૃજેશ પાઠક, મોહનલાલગંજથી અમરેશ કુમાર, ઉંચાહારથી અમરપાલ મૌર્ય, ગૌરીગંજથી ચંદ્રપ્રકાશ મિશ્રા મટિયારી, જહાનાબાદ બેઠક પરથી રાજેન્દ્ર પટેલ અને ચિત્રકૂટ બેઠક પરથી પાર્ટીએ ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાયને ટિકિટ આપી છે.