અમેરિકાની અદાલતોએ ચૂંટણીમાં કથિત ગડબડી સામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાન તરફથી મિશિગન અને જોર્જિયામાં કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેને કોર્ટે ફગાવી દીધા છે.ટ્રમ્પ પ્રચાર અભિયાને મિશિગનમાં અનુપસ્થિત મતપત્રોની ગણતરી રોકવા માટે અપીલ કરી હતી.તો જોર્જિયામાં પ્રચાર અભિયાને આરોપ લગાવ્યો હતો કે અનુચિત મતોની પણ ગણના કરવામાં આવી રહી છે.
બંને કોર્ટે દાવાઓને ફગાવ્યા
મિશિગન કોર્ટ ઓફ ક્લેમ્સના ન્યાયાધીશ સિંથિયા સ્ટીફેન્સે ગુરૂવારે આ કહેતા કેસ ફગાવી દીધો હતો કે,મિશિગનના સેક્રેટરી ઓફ સ્ટેટ સ્થાનીક મતગણના પ્રક્રિયામાં શામેલ નથી.આ સંબંધમાં ઔપચારિક આદેશ શુક્રવારે જાહેર થયો હતો.અનેક મીડિયા સંસ્થાન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનનો મિશિગન રાજ્યથી વિજયી જાહેર કરી ચુકી છે.જોર્જિયામાં ન્યાયાધીશ જેમ્સ એફ બાસે આ દાવો ફગાવી દીધો છે.તેણે કહ્યું કે,હું આ અપીલ અસ્વિકાર કરૂ છું અને અરજી ફગાવું છું.ઉલ્લેખનીય છે કે,ટ્રમ્પ પ્રચાર અભિયાનમાં પેનસિલ્વેનિયા અને નેવાડામાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને વિસ્કોસિનમાં મતોની ગણના બીજી વખત કરવાની માંગ કરી છે.
જો બાઈડેન જાદુઈ આંકડાથી 6 વોટ દુર
અમેરિકાના રાષ્ટ્રપચિ ચૂંટણીની દોડમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રતિદ્વંદિ જો બાઈડનથી પાછળ ચાલી રહ્યાં છે.જો કે,તે બાદ પણ ટ્રમ્પના સમર્થકોએ પોતાની હાર માની નથી અને તેણે હવે જીતની સંભાવના નજર આવી રહી છે.ડોનાલ્ડ ટ્રમ્પને ઈલેક્ટોરલ કોલેજ માટે 214 વોટ મળ્યાં છે.તો જો બાઈડેનને 264 વોટ મળ્યાં છે.જો બાઈડન હવે 270ના બહુમત આંકડાથી આશરે 6 પગલા જ દુર છે.જ્યારે ટ્રમ્પને બહુમત માટે 56 વોટોની જરૂરત છે અને પેંસિલ્વેનિયા રાજ્યના વોટો વિના આ જાદુઈ આંકડા સુધી નથી પહોંચી શકતા.