અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે રસાકસી ચાલી રહી છે.ત્યારે સમગ્ર દુનિયાની નજર ચૂંટણીના પરિણામો પર છે.મતદાન પૂર્ણ થાયે 24 કલાકથી વધુનો સમય થઇ ગયો છે છતાં હજુ ચૂંટણીના પરિણામો જાહેર થઇ શક્યા નથી.જોકે,હવે ડેમોક્રેટીકના ઉમેદવાર જો બાઇડેન બહુમતીની નજીક પહોંચી ગયા છે.તો,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા પડતા હોવાનું સામે આવી રહ્યું છે.છતાં બંને ઉમેદવારોની વચ્ચે નિવેદનબાજી,આરોપ પ્રતિઆરોપનો દોર શરૂ થઇ ગયો છે.લેટેસ્ટ અપડેટ્સ માટે વાંચતા રહો..
એરિઝોનામાં ઘટી બાઇડેનની લીડ
અમેરિકાના એરિઝોનામાં જો બાઇડેનની લીડ ઘટી રહી છે.પહેલા જ્યાં બાઇડેન લગભગ 70 હજાર મત સાથે આગળ હતા તે ઘટીને હવે માત્ર 10 હાજર મતથી આગળ છે.અહીં હવે માત્ર 88 ટકા વોટની ગણતરી કરવાની બાકી છે.એવામાં જો ગેમ પલટાઈ તો ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં 11 વોટ જઈ શકે છે.


