ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે.છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં દરરોજ 3-4 લાખ કેસ સામે આવી રહ્યા છે.દેશમાં આરોગ્ય વ્યવસ્થા બેહાલ થઈ ગઈ છે અને દરેક તેમના પોતાના સ્તરે આ મુશ્કેલ સમયમાં મદદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.બોલિવૂડ સ્ટાર્સ,ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી હસ્તીઓ ઉપરાંત સામાન્ય માણસ પણ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે.આ સિવાય ઘણા દેશોએ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.જો કે, હાલમાં ઇઝરાયલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દેશના સેંકડો લોકો એક જગ્યાએ એકઠા થઇને તમે ‘ૐ નમ: શિવાય’ ના જાપ કરતા જોઇ શકાય છે.ઇઝરાયલના લોકો આ વીડિયો દ્વારા ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે.આ વીડિયો પવન પાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કર્યો છે.તે ઇઝરાયલમાં ભારતીય રાજદ્વારી અને ઇન્ડિયન ફોરેન સર્વિસ 2017ના પાસઆઉટ છે.પવનએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે તમારા માટે આખું ઇઝરાયલ એકઠું થઈને આશાની એક કિરણ બન્યું છે.નોંધપાત્ર વાત એ છે કે ઇઝરાયલ અને ભારતના લોકોનો પણ આધ્યાત્મિક જોડાણ છે.ઘણા ઇઝરાયલી યુવાનો દર વર્ષે ભારત આવે છે અને હિમાચલ પ્રદેશમાં કસૌલ,કાલગા,મલાના જેવા સ્થળોએ રોકાય છે.એવું માનવામાં આવે છે કે ઇઝરાયલમાં ત્રણ વર્ષની લશ્કરી તાલીમ બાદ શાંતિનો સમય પસાર કરવા માટે ભારતના પર્વતીય વિસ્તારોમાં આ લોકો આવે છે.