WhatsApp પર આ મેસેજ આવે તો સાવધાન, હજારો યુઝર્સ છેતરાયા, 57 કરોડનો આંચકો

HM News
2 Min Read

– વિશ્વભરમાં WhatsAppનો ઉપયોગ સૌથી વધુ થતો હોવાથી આ એપના યુઝર્સો સાઈબર ફ્રોડ માટે સોફ્ટ ટાર્ગેટ
– સાઈબર ફ્રોડો નવી તરકીબનો ઉપયોગ કરી રહ્યા છે,જેમાં યુઝર્સોને Hi Mum અથવા Hi Dad મેસેજ આવી રહ્યા છે

નવી દિલ્હી, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર : WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ થતી ઈન્ટરનેટ મેસેજીંગ એપ છે.આ એપનો ઉપયોગ કરોડો યુઝર્સો રોજ-બરોજ કરતા હોય છે.આ એપ પર સૌથી વધુ યુઝર્સો હોવાના કારણે સાઈબર ફ્રોડ કરનારાઓ પણ યુઝર્સોને સોફ્ટ ટાર્ગેટ કરે છે.તો હાલના સમયમાં સાઈબર ફ્રોડો યુઝર્સોને છેતરવા નવી તરકીબનો ઉપયોગ કરી રહ્યા છે,જેમાં યુઝર્સોને Hi Mum અથવા Hi Dad મેસેજ આવી રહ્યા છે.

યુઝર્સને ઓળખીતાનું નામ આપી છેતરપિંડી

વાત જાણે એમ છે કે, ભારતમાં અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડીઓ સામે આવી હતી,જેમાં સાઈબર ફ્રોડ યુઝર્સના ઓળખીતાનું નામ આપી પૈસા પડાવતા હોય છે.હાલ વોટ્સએપ પર ચાલી રહેલું ‘Hi Mum’ કૌભાંડ પણ કંઈક આવું જ છે.આમાં સાઈબર સ્કેમર્સ યુઝર્સને તેના કોઈ ઓળખીતા વ્યક્તિનું નામ આપી મેસેજ કરે છે અને યુઝર્સ સાથે છેતરપિંડી કરે છે.

હજારો લોકો છેતરપિંડીનો શિકાર બન્યા

આ પ્રકારની છેતરપિંડી સૌથી વધુ ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે.આ વર્ષે વૉટ્સએપ સ્કેમમાં યુઝર્સને અત્યાર સુધીમાં 57 કરોડનો આંચકો લાગી ચુક્યો છે.ઓસ્ટ્રેલિયા કમ્પટીશન રેગ્યુલેટરના જણાવ્યા મુજબ, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 11,100 લોકો સાથે છેતરપિંડી થઈ છે,જેમાં યુઝર્સને 72 લાખ ડૉલરનો આંચકો લાગ્યો છે.માત્ર ઓગસ્ટ-2022માં જ 1100 લોકો વોટ્સએપ પર છેતરપિંડીનો શિકાર બન્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *