– ટ્રમ્પે કરી જાહેરાત: કોરોનાના કહેર માટે ચીન-ડબલ્યુએચઓને દોષી ઠેરવ્યા
કોરોનાના સૌથી વધુ કહેરનો સામનો કરી રહેલા અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે પોતાના તમામ સંબધં તોડી નાખ્યા છે.અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી છે.ટ્રમ્પે કહ્યું કે, ડબલ્યુએચૈઓ પર સંપૂર્ણ રીતે ચીનનો કન્ટ્રોલ છે.એવામાં અમેરિકા તેની સાથેના તમામ સંબધં ખતમ કરી રહ્યું છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, ડબલ્યુએચઓ કોરોના વાયરસને શઆતના સ્તર પર રોકવામાં નિષ્ફળ રહ્યું.આ દરમિયાન ટ્રમ્પે ચીનને ચારેય તરફથી ઘેયુ. કોરોના મહામારીથી લઈને ટ્રમ્પે આ પહેલા ડબલ્યુએચઓ સામે સવાલો ઊભા કર્યા હતા.
ટ્રમ્પે ડબલ્યુએચઓ અને ચીનને દુનિયાભરમાં થયેલા કોરોનાથી મોત માટે જવાબદાર ગણાવ્યા છે.ટ્રમ્પે કહ્યું, વાર્ષિક માત્ર ૪૦ મિલિયન ડોલર (૪ કરોડ ડોલર)ની મદદ આપવા છતાં ચીનનું ડબલ્યુએચઓ પર સંપૂર્ણ રીતે નિયંત્રણ છે. બીજી તરફ અમેરિકા તેની સામે વાર્ષિક ૪૫ કરોડ ડોલરની મદદ આપી રહ્યું છે.તે જરી સુધારા કરવામાં નિષ્ફળ રહ્યું, આથી અમે આજથી ડબલ્યુએચઓ સાથે પોતાના સંબધં ખતમ કરવા જઈ રહ્યા છીએ.આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ડબલ્યુએચઓના અટકાવાયેલા ફંડનો હવે દુનિયાના બીજા સ્વાસ્થ્ય સંગઠનોની મદદ માટે ઉપયોગ કરવામાં આવશે.ટ્રમ્પે આ દરમિયાન ચીન વિદ્ધ લેવાયેલા ઘણા નિર્ણયોની જાહેરાત કરી.
ટ્રમ્પે કોરોનાને ચીનનો વુહાન વાયરસ બતાવતા કહ્યું, ચીને વુહાન વાયરસને છુપાવીને કોરોનાને સમગ્ર દુનિયામાં ફેલાવાની મંજૂરી આપી. તેનાથી એક વૈશ્વિક મહામારી પેદા થઈ, જેનાથી ૧ લાખથી વધારે અમેરિકન નાગરિકોના જીવ ગયા. સમગ્ર દુનિયામાં લાખો લોકોના આ વાયરસથી મોત થયા. ચીની અધિકારીઓએ આ બધા વચ્ચે ડબલ્યુએચઓને પોતાની રિપોટિગની ફરજને નજરઅંદાજ કરી.ટ્રમ્પે ચીનના કેટલાક નાગરિકોને પ્રવેશ ન આપવા અને અમેરિકામાં ચીનના રોકાણ પર કાતર ફેરવવાની જાહેરાત કરી. ટ્રમ્પે આ દરમિયાન ચીનને હોંગકોંગ મુદ્દા પર ઘેયુ. ટ્રમ્પે કહ્યું, ચીન તરફથી હોંગકોંગમાં લગાવાયેલા પ્રતિબંધોના જવાબમાં હવે અમેરિકા સ્પેશિયલ ટિ્રટમેન્ટ ખતમ કરશે.ટ્રમ્પે કહ્યું કે, અમે હોંગકોંગ માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સંશોધન કરીશું, કારણ કે ચીન તરફથી લગાવાયેલા સુરક્ષા ઉપકરણોથી ખતરો વધ્યો છે.
હોંગકોંગ મુદ્દા પર ચીન પોતાના વચનથી ફરી જવાનો આરોપ લગાવતા ટ્રમ્પે કહ્યું,હોંગકોંગ વિદ્ધ ચીની સરકારનું પગલું શહેરના પ્રાચીન અને ગર્વ કરનારા સ્ટેટસને ખતમ કરી રહ્યું છે.આ હોંગકોંગના લોકો, ચીનના લોકો અને સાચુ કહો તો દુનિયાના લોકો માટે એક દુર્ઘટના છે. ચીને પોતાના એક દેશ બે સિસ્ટમના વચનને બદલીને એક દેશ એક સિસ્ટમમાં બદલી દીધા છે.આથી હવે હત્પં પોતાના પ્રશાસને આદેશ આપું છું કે હોંગકોંગને સ્પેશિયલ અને અલગ ટિ્રટમેન્ટ આપનારી છૂટોને સમા કરવાની પ્રક્રિયા શ કરે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્રમ્પે કોરોના વાયરસની મહામારીના સંકટ સામે બેજવાબદારીથી લડવાનો આરોલ લગાવતા ડબલ્યુએચઓને અપાતી આર્થિક મદદ પર પ્રતિબધં મૂકી દીધો હતો.ટ્રમ્પે ને કહ્યું હતું કે, કોરોના પ્રકોપમાં પોતાનું કર્તવ્ય નિભાવવામાં તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે


