છેલ્લા આઠ મહિનાથી સતત મોંઘવારી દર બે આંકડા ઉપર રહ્યો છે.વાણિજ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે કમરતોડ મોંઘવારીથી આમ આદમીને રાહત નથી મળી રહી.નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 14.23 ટકા રહ્યો છે,જ્યારે ઓક્ટોબર મહિનામાં 12.54 ટકા હતો.એક વર્ષ પહેલા નવેમ્બર 2020માં આ દર 2.29 ટકા હતો.જથ્થાબંધ મોંઘવારીના દરનો આંકડો 12 વર્ષની ટોચ પર છે.છેલ્લા આઠ મહિનાથી સતત મોંઘવારી દર બે આંકડા ઉપર રહ્યો છે.વાણિજ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
નવેમ્બર 2021માં મોંઘવારી દર વધવાનું મુખ્ય કારણે ખાદ્ય ચીજો,ક્રૂડ ઓઈલ,મિનરલ ઓઈલ,બેસિલ મેટલ્સ,પ્રાકૃતિક ગેસ,કેમિકલ્સની વધેલી કિંમત છે.ફૂટ આર્ટિકલ્સની કિમતમાં 4.88 ટકાનો વધારો થયો છે,જ્યારે આ પહેલાના મહિને -1.69 ટકા વધારો થયો હતો.