ઈલેક્શન કમિશન દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાતો કર્યા બાદ હવે ટુંક સમયમાં જ કહેતાં ગુજરાતમાં દિવાળી પછીથી ચૂંટણીની જાહેરાતો ઈલેક્શન કમીશન કરી શકે છે. 12 નવેમ્બરના ચૂંટણી બાદ મત ગણતરી માટે 8 ડિસેમ્બર જેટલો મોટો ગેપ રાખ્યો છે એ જ બતાવે છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની મત ગણતરી એક જ દિવસે કરવામાં આવે. હાલમાં હિમાચલ પ્રદેશ માટે ઈલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.
દેશમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત આ બંને રાજ્યોની ચૂંટણી લગભગ સમાન સમયગાળામાં આવે છે.એ જોતાં હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી બાદ એક મહિના જેટલા સમયગાળા બાદ મત ગણતરીની જાહેરાત કરી છે એ જ બતાવે છે કે ટૂંક સમયમાં ઈલેક્શન કમિશન ગુજરાત રાજ્યની ચૂંટણીની જાહેરાત કરી શકે છે.હાલમાં દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે દિવાળી પછીથી કહેતાં ટુંક સમયમાં ગુજરાતની ચૂંટણી જાહેર થઈ શકે છે.
2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી.પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત થાય તે પહેલાં ભાજપની અંદર હલચલ જોવા મળી રહી છે.ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્લીનું તેડુ આવ્યું છે.ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી માટે તેડું આવ્યું છે.આજે દિલ્હીમાં ચૂંટણી કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે.જો કે તેમાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા નહિવત્ છે.દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને દિલ્લીનું તેડુ આવ્યું છે.