– લોકો મહિલાને જોઈને હરાજીની બોલી બોલી રહ્યાં હતા, ખરાબ ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યાં હતા : સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી પ્રધાન વૈષ્ણવને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ
શિવસેનાનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક યુ ટુબ ચેનલ અને એક એપ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.પ્રિયંકા ચતુર્વેદીનું કહેવુ છે કે, યુ ટુબની ચેનલ ઉપર વિશેષ સમાજની મહિલાઓની હરાજીનું જીવતં પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.તો બીજી બાજુ મહિલાઓના સોશિયલ મીડિયા ઉપરથી ફોટા લઈને એક એપ ઉપર પોસ્ટ કરવામાં આવ્યા છે.
યુ ટુબ ઉપર મહિલાઓની હરાજીની જીવતં પ્રસારણ કરવાની ઘટના અંગે,ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખતા,શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યુ છે કે, સંબધિત યુ ટુબ ચેનલ અને એપ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.પ્રિયંકા ચતુર્વેદીએ પત્રમાં લખી જણાવ્યુ છે કે, લિબરલ ડોજ નામની યુટુબ ચેનલમાં એક વિશેષ સમુદાયની મહિલાઓની ખુલ્લેઆમ હરાજી કરવાનુ દર્શાવાયુ હતુ.લોકો મહિલાને જોઈને હરાજીની બોલી બોલી રહ્યાં હતા,ખરાબ ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યાં હતા.સુલ્લી ડીલ્સ એપ પર એવી કેટલીય મહિલાઓની તસવીર પોસ્ટ કરાયેલી છે.
IT પ્રધાન અશ્વિની વૈષ્ણવને લખેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યુ છે કે, જે મહિલાઓની તસવીર એપ ઉપર અપલોડ કરેલી હતી તે મહિલાઓને આ અંગે કોઈ જ જાણકારી નહોતી. Sulli Deals એપમાં જે મહિલાઓની તસવીર અપલોડ કરાયેલી હતી તે અલગ અલગ વ્યવસાય સાથે સંબધ ધરાવે છે.એમા એક વ્યવસાય પત્રકારત્વનો પણ છે.મહિલાઓની જાણકારી વિના જ તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપરથી ડાઉનલોડ કરીને મૂકાયા હતા.
આવી એપ ઉપર ફોટા મૂકાતા મહિલાઓને વિવિધ પ્રકારની ગંદી ટિપ્પણી સાથે ધમકીઓ પણ આપવામાં આવતી હતી. જેના કારણે તેમને નીચાજોણુ થતુ હતુ.આ એપનો મુખ્ય હેતુ એક ખાસ સમાજની મહિલાઓને નીચા દેખાડવાનુ છે.
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે, કેટલીક મહિલાઓએ તો ભયભીત થઈને તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ જ બધં કરી દીધા હતા.કેટલીક મહિલાઓ ભવિષ્યમાં થનારા નુકસાનને લઈને ભયભીત થઈ ગઈ છે.આ સંજોગોમાં આવી હરકત કરનારા જવાબદાર સામે કડક અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગણી પ્રિયંકા ચતુર્વેદીએ કરી છે.