– ઉંમર વધુ તો જોખમ વધારે, રાષ્ટ્રપતિ ગની સેલ્ફ આઇસોલેશનમાં ચાલ્યા ગયા
એજન્સી,કાબૂલ
કોરોના વાયરસ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે.અહીં કામ કરતા 20 કર્મચારીઓમાં કોરોના પોઝિટીવ આવતા તંત્ર સક્રિય બન્યુ છે.મીડિયા રિપોર્ટ મુજબ આ બાબતે ખાતરી નથી કરાઇ કે ચેપગ્રસ્ત કર્મચારીઓ રાષ્ટ્રપતિ ગનીના સંપર્કમાં આવ્યા હતા કે નહીં.તેમણે કોઇ ટેસ્ટ કરાવ્યા હોવાની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવી છે. રિપોર્ટ મુજબ અફઘાન રાષ્ટ્રપતિ ગની સેલ્ફ આઇસોલેશનમાં છે. તેમની ઉંમર 70 વર્ષ હોવાને કારણે જોખમી શ્રેણીમાં આવે છે.
અફઘાનમાં અત્યાર સુધી કોરોનાના કુલ 933 પોઝિટીવ કેસો સામે આવ્યા છે,બીજી તરફ ઇન્ટરનેશન ઓફિસ ઓફ માઇગ્રેશનને ચિંતાજનક ખુલાસો કર્યો છે કે,વિતેલા બે મહિનામાં અફઘાનમાં બે લાખથી વધુ અફઘાની નાગરિકો ઇરાનથી પાછા ફર્યા છે.ઇરાન આ સમગ્ર ક્ષેત્રનો સૌથી પ્રભાવિત દેશ છે જ્યાં 82 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 5 હજારથી વધુ મોત થઇ છે.ઇરાનથી અફઘાન પરત ફરેલા લોકો કોઇપણ પ્રકારના મેડિકલ ચેકઅપ વગર જ અલગ-અલગ વિસ્તારોમાં ફેલાઇ ગયા છે.જેનાથી અહીં કોરોનાનો ફેલાવો વધવાની આશંકા પ્રબળ બની છે.