– આફ્રિકા ખંડમાં આ વર્ષે 3 લાખ લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામશે
જોહનીસબર્ગ : આફ્રિકા ખંડમાં આ વર્ષે 3 લાખ લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામશે તથા 120 કરોડ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થશે.તેવું યુ.એન.ઇકોનોમિક કમિશન ફોર આફ્રિકાના અહેવાલ માં જણાવાયું છે.જેના કારણમાં દર્શાવ્યા મુજબ હેલ્થ સેવાઓ માટેની નબળી પરિસ્થિતિ તથા હેલ્થ ફંડ પૂરતું ન હોવાને કારણે આવી વિકટ પરિસ્થિતિ સર્જાવાનો ભય વ્યક્ત કરાયો છે.કારણકે કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટે 44 બિલિયન ડોલર તેનાથી બચવા માટેના ઉપકરણો માટે 446 બિલિયન ડોલર જેવી જંગી રકમની જરૂર પડશે જેના અભાવે ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થવાનો ભય વ્યક્ત કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.