ગાયિકા અલિશા ચિનૉય 55 વર્ષની થઇ ગઇ છે. ગુજરાતના અમદાવાદમાં જન્મેલી અલીશા 90ના દશકની પ્રખ્યાત ગાયિકા રહી છે. તે દિવસોમાં તેનું ગીત મેડ ઇમ ઇન્ડિયા લોકોનું ફેવરિટ હતું, અલીશાના જન્મ દિવસ પર તેનાથી જોડાયેલી ખાસ વાતો અંગે જાણીએ.
અલીશાને સંગીતકાર બપ્પી લહેરીએ ફિલ્મોમાં ગીત ગાવાની તક આપી. બન્નેએ સાથે ઘણા હિટ્સ ગીત આપ્યા. અલીશાએ 90ના દશકની ઘણી મોટી અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો છે. તેણે કરિશ્મા કપૂર, દિવ્યા ભારતી, માધુરી દીક્ષિત, જુહી ચાવલા અને શ્રીદેવી માટે ગીતા ગાય છે. એટલું જ નહીં તેણે બંટી ઓર બબલી ફિલ્મવનું આઇટમ નંબર કજરારે પણ આલીશા ચિનૉયે ગાયું છે.1995માં અલીશા તે સમયે ચર્ચામાં આવી જ્યારે તેણે સંગીતકાર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. અલીશાએ અનુ મલિક પર કેસ પણ નોંધાવ્યો હતો, સાથે જ 26.60 લાખ વળતર માંગ્યું હતું. જોકે, અનુ મલિકે આરોપોને નકારી દીધા હતા. તેણે અલીશા પર બે કરોડનો માનહાનિનો કેસ કરી દીધો હતો. થોડાક વર્ષો બાદ આ મામલો અંદરો અંદર સમજૂતી દ્રારા ખત્મ કરી દેવામાં આવ્યો.
આ મામલાના 6 વર્ષ બાદ અલીશાએ અનુ મલિકની સાથે ફિલ્મ ઇશ્ક વિશ્ક માટે ગીત ગાયું. તે સિવાય બન્નેએ ઇન્ડિયન આઇડલ સીઝન પણ સાથે જજ કરી હતી. પર્સનલ લાઇફની વાત કરીએ તો અલીશાના સંબંધ કેનેડિયન મ્યુઝિશિયન અને બિઝનેસમેન રોમલ સાથે રહ્યા.
અલીશાએ તેના મેનેજર રાજેશ ઝવેરીથી લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં બન્ને અલગ થઇ ગયા. અલીશાએ ફરીથી લગ્ન નથી કર્યા. હાલ તે એકલી રહે છે અને ખુશ છે. અલીશાનું કહેવું છે કે આ એકલતાથી ખુશ છે અને તે તેની મરજીની માલિક છે.