જાન્યુઆરી – ફેબ્રુઆરી વચ્ચે જ ૧૮૦ સૈનિકોના મોત થયેલ : ‘ડેઈલી એનકે’નો રીપોર્ટ
ઉત્તર કોરીયા : જયારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેર સામે લડી રહ્યું છે. ત્યારે ઉત્ત્।ર કોરિયાના શાસક કિમ જોંગ ઉન મિસાઈલ પરિક્ષણ કરાવી રહ્યા છે.ઉત્ત્ર કોરિયામાં સત્ત્।ાવાર રીતે એક પણ કોરોનાના કેસ હોવાની જાહેરાત કરવામાં આવી નથી.જોકે ઉત્ત્।ર કોરિયાના આ દાવાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.એક નવા રિપોર્ટ મુજબ ઉ.કોરિયા સાર્વજનિક રીતે પોતાને ત્યાં કોરોના વાયરસના એક પણ કેસ આવ્યાની વાત નથી કરી રહ્યું. પરંતુ વાયરસને પહોંચી વળવા માટે ખાનગીમાં બીજા દેશો પાસે મદદ માંગી રહ્યું છે.’ફાયનાન્શિયલ ટાઈમ્સ’ના રિપોર્ટ પ્રમાણે ઉત્ત્।ર કોરિયામાં અધિકારીઓ ખાનગી રીતે બીજા દેશો પાસે કોરોના વાયરસને રોકવા મદદ માંગી રહ્યા છે.એક ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્ત્।ર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી માસ્ક અને ટેસ્ટ મશીન મોકલવા માટે કહ્યું છે.કોરિયાએ જાન્યુઆરીના અંતમાં ચીન સાથે જોડાયેલી તમામ બોર્ડર બંધ કરી નાંખી હતી.ઉત્ત્।ર કોરિયાએ જાન્યુઆરીમાં આવેલા ૫૯૦ ચીની નાગરિકનો ટેસ્ટ કરાવ્યો હતો.જોકે એ તમામ નેગેટિવ આવ્યા હતા.દક્ષિણ કોરિયાની મીડિયાના તમામ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઉત્ત્।ર કોરિયામાં કોરોના વાયરસને લીધે અનેક મોત નિપજયા છે પરંતું તે દુનિયા સામે છુપાવી રહ્યું છે.ઉત્ત્।ર કોરિયા પર સચોટ સમાચાર આપનાર ન્યૂઝ વેબસાઈટ ડેલી એનકેના જણાવ્યાનુંસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વચ્ચે કોરોનાથી ૧૮૦ સૈનિકોના મોત નિપજયા છે.જયારે ૩૭૦૦ સૈનિકો કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.દ.કોરિયાના એક ન્યૂઝ પેપર ચોસૂન ઈલ્બોના જણાવ્યાનુંસાર ચીનની બોર્ડર સાથે જોડાયેલા સિનુઈજુ પ્રાંતમાં ઓછામાં ઓછા ૨ શંકાસ્પદ કેસ છે.ડેલી એનકેના રિપોર્ટમાં સિનુઈજુમાં કોરોના વાયરસથી ૫ લોકોના મોતનો દાવો કર્યો છે.ઉત્ત્।ર કોરિયામાં હેલ્થ કેર સિસ્ટમ ખૂબ નબળી છે.મેડિકલ સાધનો અપ્રમાણમાં છે.જેથી અહીં કોરોના ભયંકર રુપ ધારણ કરે તેવી શકયતા છે.