By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને ROC એ ફટકારી નોટિસ : કંપની એક્ટના કથિત ઉલંઘન પર પ્રતિક સિંહા અને ઝુબૈર પાસે માંગ્યા ખુલાસા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને ROC એ ફટકારી નોટિસ : કંપની એક્ટના કથિત ઉલંઘન પર પ્રતિક સિંહા અને ઝુબૈર પાસે માંગ્યા ખુલાસા
GeneralNational

ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને ROC એ ફટકારી નોટિસ : કંપની એક્ટના કથિત ઉલંઘન પર પ્રતિક સિંહા અને ઝુબૈર પાસે માંગ્યા ખુલાસા

HM News
Last updated: 06/07/2022 9:19 AM
HM News
4 years ago
Share
SHARE

કંપની કાયદાઓના કથિત ભંગ બદલ ઓલ્ટ ન્યૂઝના તમામ સંસ્થાપકો વિરુદ્ધ આરઓસી દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને ROC દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.અમદાવાદમાં રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC)ના કાર્યાલયે કંપની અધિનિયમ 2013 ની કેટલીક જોગવાઈઓના કથિત ઉલ્લંઘન બદલ સ્વઘોષિત ફેક્ટ ચેક વેબસાઈટ ઓલ્ટ ન્યુઝના માલિક પ્રાવદા મીડિયા ફાઉન્ડેશનને નોટિસ ફટકારી છે. 22 જૂન, 2022ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કથિત ઉલ્લંઘન અંગે રજિસ્ટ્રારને ફરિયાદ મળ્યા બાદ ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને નોટિસ મોકલવામાં આવી છે.જે વિષે ફરિયાદી શશાંક સૌરવે 30 જૂને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

આરઓસીએ પ્રાવદા મીડિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર નિર્ઝરી મુકુલ સિંહા,ડિરેક્ટર્સ પ્રતીક મુકુલ સિંહા અને મોહમ્મદ ઝુબેરને પણ નોટિસની નકલો મોકલી છે.પ્રતીક અને ઝુબેર Alt Newsના સહ-સ્થાપક પણ છે,જ્યારે નિર્જરી સિંહા પ્રતીક સિંહાની માતા છે.ફરિયાદી શશાંક સૌરવને પણ એક નકલ મોકલવામાં આવી છે.કંપનીને પુરાવા તરીકે દસ્તાવેજો સાથે 15 દિવસમાં ફરિયાદોનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રાવદા મીડિયા નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ જશે તો કંપની અને તેના ડિરેક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.ફરિયાદી શશાંક સૌરવ સીએ હોવાની સાથે એક લેખક પણ છે,જે ઘણી ટીવી ડિબેટમાં પણ ભાગ લે છે.તેમણે ટ્વીટ કર્યું હતું કે, “આરઓસી અમદાવાદે પ્રતિક સિંહા,મોહમ્મદ ઝુબેર અને પ્રાવદા મીડિયા ફાઉન્ડેશન હેઠળ ચાલતા ઓલ્ટ ન્યૂઝના અન્ય ડિરેક્ટરોને કંપની એક્ટ 2013ની કેટલીક કલમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ પાઠવી છે. આશા છે કે ડિરેક્ટરો દ્વારા યોગ્ય હકીકતો રજૂ કરવામાં આવશે.”

PRAVDA MEDIA FOUNDATION के अंतर्गत चलने वाले ALT NEWS के प्रतीक सिन्हा, मोहम्मद जुबैर एवं अन्य निदेशकों को ROC अहमदाबाद ने कम्पनीज एक्ट, २०१३ के कई धाराओं के उल्लंघन के आरोप पर नोटिस जारी किया है।

आशा है की निदेशकों के तरफ से उचित फैक्ट्स प्रस्तुत किये जायेंगे। PIC.TWITTER.COM/EVIOMBU9HA

— Shshank Saurav (@shshanksaurav) June 30, 2022

જો કે, ફરિયાદી શશાંકે પ્રાવદા મીડિયા પર લાગેલા આરોપોની વિગતો જાહેર કરવાની ના પાડી હતી કારણ કે હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે.તેમના બીજા ટ્વિટમાં ફરિયાદની નકલ અંગેના એક પ્રશ્નના જવાબમાં શશાંક સૌરવે લખ્યું હતું કે, “આ મામલો કંપની એક્ટ, 2013ની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન સાથે સંબંધિત છે.મામલો હજુ તપાસ હેઠળ છે,તેથી નકલ જાહેર કરવી યોગ્ય નથી.”

ISSUES RELATED TO NON-COMPLIANCE WITH THE VARIOUS PROVISIONS OF COMPANIES ACT, 2013. SINCE THE MATTER IS UNDER INVESTIGATION, CAN’T SHARE THE COPY AS OF NOW.

— Shshank Saurav (@shshanksaurav) June 30, 2022

પ્રાવદાને ફટકારાયેલ નોટિસમાં લખ્યું હતું કે, “કાર્યાલયને શ્રી શશાંક સૌરવ દ્વારા ફરિયાદ (નકલ બીડાણ) મળી છે.તેથી તમને નિર્દેશ કરવામાં આવે છે કે તમે ફરિયાદની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર આક્ષેપોના દરેક મુદ્દા પર યોગ્ય તથ્યો સાથેનો તમારો ખુલાસો કચેરીને મોકલી આપવો. ખુલાસો કરવામાં આપની નિષ્ફળતા આપના વિરુધમાં કલમ 447/448/449 હેઠળ દંડનીય કાર્યવાહીમાં પરિણમશે.કંપની અધિનિયમ, 2013 ના ઉલ્લંઘન બદલ કોઈપણ સૂચના વિના કંપની અને તેના ડિરેક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી શકાય છે.”

Alt News એજન્સી પ્રાવદા મીડિયા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિર્ઝરી મુકુલ સિંહા છે.પ્રતિક મુકુલ સિન્હા અને મોહમ્મદ ઝુબેર કંપનીના ડિરેક્ટર છે.આ તમામને નોટિસ ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે દિલ્હી પોલીસે 28 જૂને AltNewsના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરી હતી.તેના પર IPC (ભારતીય દંડ સંહિતા) ની કલમ-153 (હુલ્લડો અને ઉપદ્રવનું કારણ બની શકે તેવા કૃત્યો) અને કલમ-295 (કોઈપણ સમાજ દ્વારા પવિત્ર ગણાતી બાબત કે વસ્તુનું અપમાન) લાદવામાં આવી છે.મોહમ્મદ ઝુબેર જુઠા સમાચાર ફેલાવવા માટે કુખ્યાત છે અને તેમનું મીડિયા પોર્ટલ ઓલ્ટ ન્યુઝ હિન્દુ વિરોધી સમાચારો માટે પણ જાણીતું છે.પોલીસે કહ્યું કે પૂરતા પુરાવાના આધારે જ તેની ધરપકડ કરવામાં આવી છે.હનુમાન ભક્ત @balajikijaiin હેન્ડલ દ્વારા ટ્વિટર પર એક પોસ્ટના આધારે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.આ ટ્વીટર હેન્ડલે મોહમ્મદ ઝુબૈરના ટ્વીટ, “2014 પહેલા: હનીમૂન હોટેલ અને 2014 પછી: હનુમાન હોટેલ“ પર રોષ વ્યક્ત કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજદીપની ફરી ફજેતી થઇ : ફડણવીસને ડેપ્યુટી CM બનાવવા અંગે ઉઠાવી રહ્યા હતા સવાલો, ભાજપ પ્રવક્તાએ યાદ કરાવ્યા જુના દિવસો
Next Article જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ : 12 જુલાઈએ સુનવણી : કાશી ધર્મ પરિષદે શ્રાવણમાં જળાભિષેક કરવા માંગણી કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up