ચીન અને બ્રિટનથી પણ વધુ કેસ, ન્યૂયોર્ક શહેરમાં મૃત્યુઆંક સાત હજારની નજીક
કોરોના મહામારી સામે લાચાર બની ગયેલા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કોરોનાથી પીડિતોનો આંકડો એક લાખને પાર કરી ગયો છે.આ સંખ્યા ચીન અને બ્રિટનમાં સંક્રમિત લોકોની સંખ્યાથી વધારે છે.ન્યૂયોર્ક પ્રશાસનના આંકડા મુજબ રવિવારે અહીં કોરોનાગ્રસ્ત 5695 નવા કેસો સામે આવતા કુલ કેસોની સંખ્યા વધીને 1,04,410 થી વધી ગઇ છે.જ્યારે મૃત્યુઆંક વધીને 6898 સુધી પહોંચી ગયો છે.
જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના અનુમાન મુજબ બ્રિટનમાં 85208,ચીનમાં 83135 અને ઇરાનમાં 71686 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. અમેરિકામાં કુલ 557300 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 22000થી વધુ લોકો માર્યા ગયા છે. વિશ્વસ્તરે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 18 લાખથી વધુ છે. જ્યારે 1,14,185 લોકોના મોત થયા છે.