ડો. જયંતિ રવિએ કહ્યું આગામી ચાર પાંચ દિવસ રાજ્ય માટે મહત્વના રહેશે, લોકોને લોકડાઉનનું પાલન કરવા અપીલ
ગાંધીનગર
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી મુજબ રાજ્યમાં ગત સાંજથી આજ સવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ થયો નથી અને આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,789 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાંથી 1,693 નેગેટિવ આવ્યા છે.જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને નવ ટેસ્ટના રિપોર્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે,71 દર્દી સ્ટેબલ છે.7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે.
અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 3 મૃત્યુ નોંધાયા છે. રતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 9 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયા છે.
રાજય સરકારની હેલ્પલાઇન નાંબર -૧૦૪ ઉપર પર નિયમિત રીતે વ્યક્તિઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહ્યા છે.અત્યાર સુધી ૩૦,૦૦૦ થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યક્તિઓ પોતાના લક્ષણોની વવગતો આપેતો આવા વ્યક્તિઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે.જે પૈકી ૫૧૫ જેટલા વ્યક્તિઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.
વેન્ટિલેટર કેર તાલીમ
રાજયના ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને વેન્ટિટલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૭૩૮ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
ક્વોરન્ટાઈન માટે હેલ્પલાઈન નં. 1100
ક્વોરડટાઇનમાં રહેલ વ્યક્તિઓનાં શારિરીક તેમજ માનસિક સ્વાસ્થયની સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દદીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઈકિયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન, ટેલી કાન્સેલીંગ અને ટેલી એડવાઇઝ આપશે.