નવી દિલ્હી,તા.25 માર્ચ 2022,શુક્રવાર : ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે છે.આજે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન દોવાલે વાંગ યીને કહ્યુ હતુ કે,જ્યાં સુધી લદ્દાખના બાકીના વિસ્તારોમાંથી સેના પાછી નહીં હટે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સબંધો નહીં સુધરે.બંને દેશો વચ્ચે તનાવ યથાવત રહેશે.હાલમાં જે સ્થિતિ છે તે બંનેમાંથી કોઈ દેશના હિતમાં નથી.
આ પહેલા ચીનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી.
અજિત દોવાલ સાથેની વાંગ યીની મુલાકાત અંગે સૂત્રોનુ કહેવુ હતુ કે,અજિત દોવાલે ચીનના વિદેશ મંત્રીને સંદેશ આપ્યો હતો કે,સરહદ પર એવી કોઈ પણ કાર્યવાહી ના થવી જોઈએ જેનાથી બંને દેશોની સુક્ષા ખતરમાં પડે અને રાજનીતિક તેમજ સૈન્ય સ્તરે પણ વાતચીતને વધારે હકારાત્મક બનાવીને તમામ મુદ્દાઓ વહેલી તકે હલ કરવાની જરૂર છે.
અજિત દોવાલે ચીનની મુલાકાતનુ આમંત્રણ સ્વીકારતા કહ્યુ હતુ કે,જો ચીન અને ભારત વચ્ચેના મુદ્દાઓનો ઉકેલ આવતો હોય તો ચીનની યાત્રા માટે હું તૈયાર છું.
જોકે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત આવતા પહેલા ઈસ્લામાબાદમાં ઈસ્લામિક દેશોના સંગઠનની બેઠકમાં પણ હાજરી આપી ચુકયા છે અને ત્યાં તેમણે કહ્યુહ તુ કે,કાશ્મીર મુદ્દે અમે આજે ફરી અમારા મુસ્લિમ મિત્ર દેશોનો અવાજ સાંભળ્યો છે.