એક તરફ દુનિયા કોરોના વાયરસની ઝપેટમાં છે.ત્યારે ચીન કથિત રીતે જમીનની નીચે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે.અમેરિકાએ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચીન પર આરોપ લગાવ્યો છે કે ચીન આવા બ્લાસ્ટ્સને લઇને બનાવાયેલી સમજૂતીના પાલનની વાત કરે છે.પરંતુ તેણે પોતે જ ઓછી તિવ્રતાના પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું છે.મનાઇ રહ્યું છે કે આ પરીક્ષણથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે.ભારત માટે પણ આ ચિંતાની વાત છે.
ચીનની ગતિવિધી એક મોટું કારણ
ધ વોલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે અમેરિકાને ચિંતા છે કે ચીન ટેસ્ટ બ્લાસ્ટ્સ માટે બનાવાયેલી ઝીરો ઇલ્ડ સંધિનું ઉલ્લંઘન કરી શકે છે તેની પાછળ 2019માં લોપ નૂર ન્યૂક્લિયર ટેસ્ટ સાઇટ પર ચીનની ગતિવિધી એક મોટું કારણ છે.ઝીરો ઇલ્ડ એવો પરમાણુ ટેસ્ટ હોય છે જેમાં કોઇ એક્સ્પ્લોઝિવ ચેન રિએકશન નથી હોતું.જેવું ન્યૂક્લિયર હથિયારના ડિટોનેશન પર થાય છે.આ રિપોર્ટ મુજબ ચીન દ્વારા છેલ્લા એક વર્ષથી લોપ નૂર ટેસ્ટ સાઇટ પર તૈયારી, એક્સ્પ્લોઝિવ કંટેન્ટમેન્ટ ચેમ્બર્સ,લોપ નૂરમાં મોટા પાયે ખોદકામ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગને લઇને પારદર્શિતા છુપાવવાથી ચિંતા ઉત્પન્ન થાય છે કે તેણે કદાચ ઝીરો ઇલ્ડ સ્ટાન્ડર્ડનું પાલન કર્યુ નથી.
પરમાણુ બોમ્બના પરીક્ષણની આશંકા
અમેરિકા જે ઓછી તિવ્રતાના પરમાણુ બોમ્બના પરીક્ષણની આશંકા વ્યક્ત કરી રહ્યું છે તેના પર ચીન અને પાકિસ્તાન સાથે મળીને કામ કરી રહ્યા છે. આ બોમ્બથી નાના વિસ્તારને સરળતાથી નિશાન બનાવી શકાય છે.જો કે આ રિપોર્ટમાં તે વાતનો કોઇ પુરાવો નથી કે ચીને કોઇ પરીક્ષણ કર્યું છે.