તહેરાન,તા.૨૬
ચીનમા પ્રસરેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામા હાહાકાર મચાવ્યો છે. ઈરાન પણ કોરોના વાયરસની ઝપેટમા આવી ગયુ છે. ઈરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રીને કોરોના વાયરસની અસર થઈ છે.
ઈરાનના મંત્રાલયના અધિકારીએ જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રીના મીડિયા સલાહકાર અલીરમા વહાબજાદેહએ ટ્વીટ કર્યુ કે, ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઇરાજ હરીચીનીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રી હરીચીને સામાન્ય રીતે ખાંસીની સમસ્યા રહેતી હતી તેમજ સોમવારે સરકારી પ્રવક્તા અલી રબીની સાથે સંવાદદાતા સંમેલન દરમ્યાન પણ તેમનુ સ્વાસ્થ્ય ખરાબ જણાય રહ્યુ હતુ. હરીચીએ આ સમ્મેલનમા સાંસદના દાવાને ખોટો ઠરાવતા કહ્યુ કે, શિયા તીર્થ શહેર કોમમા કોરોના વાયરસના કારણે ૫૦ લોકોના મોત થયાની વાત ખોટી છે.
ઇરાનમા કોરોના વાયરસથી મંગળવારના રોજ ત્રણ લોકોના મૃત્યુ તેમજ ૩૪ નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે દેશમા કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧૫ અને તેની અસર હેઠળ લોકોની સંખ્યા ૯૫ સુધી પહોંચી ગઇ છે.
જો કે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, કોરોના વાયરસના કારણે દેશના લોકોની સ્થિતિ ભયજનક છે, પરંતુ સરકાર સાચા આંકડાઓને છુપાવી રહી છે. ધર્મની બાબતના કારણે સરકારે મસ્જિદ બંધ કરાવી નથી. જેના કારણે આ વાયરસ ફેલાવાની શક્યતા વધી જાય છે.
ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેરઃ ૧૫ના મોત, નાયબ સ્વાસ્થ્ય મંત્રી વાઇરસની ચપેટમાં
Leave a Comment