વિવાદો વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરુવારના રોજ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. તેમના શપથ લીધા બાદ તેમનું જ એક સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે, જે તેમણે ચીફ જસ્ટીસના પદ પર હતા, ત્યારે આપેલું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને નોમિનેટ કર્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટના અમુક પૂર્વ જજો અને કાનૂનવિદોએ ગોગોઈને રાજ્યસભા મોકલવાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, આ રીતના પદે રહ્યા બાદ તેમણે આ પદનો સ્વીકાર કરવાનો નહોતો. ગોગોઈએ પોતે એક કેસની સુનાવણી કરતા સમયે કહ્યું હતું કે, નિવૃત્તિ પછી આ રીતની નિયુક્તિ ન્યાયપાલિકાની આઝાદી પર ધબ્બા સમાન છે.
એક વર્ષ પહેલા કરી હતી ટિપ્પણીઃ
જસ્ટિસ ગોગોઈએ આ ટિપ્પણી 27 માર્ચ 2019ના રોજ 5 જજોની પેનલની સાથે એક મામલા દરમિયાન કરી હતી. આ મામલો દેશમાં ટ્રિબ્યૂનલના કામકાજને લઈને ફાઈનેંસ એક્ટમાં ફેરફારને પડકારનાથી જોડાયેલ હતો.જ્યારે સીનિયર વકીલ અરવિંદ દાતાએ વિશેષ ટ્રિબ્યૂનલોના હેડ તરીકે પૂર્વ જજોની નિયુક્તિના મુદ્દાને ઉઠાવ્યો હતો ત્યારે જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે, શું તમે એવું કહેવા માગો છો કે કાયદામાં ચેરપર્સનને કોઈ બીજો અસાઈમેન્ટ લેવાની મનાઈ છે. જ્યારે પદ છોડ્યા બાદ તમે 5 વર્ષ સુધી કોઈ જાહેર ઓફિસમાં પદ લઈ શકો નહીં. આ રીતના મામલાઓમાં એક વિચાર એવો પણ છે કે સાર્વજનિક ઓફિસોથી જોડાયેલ કોઈ પણ વ્યક્તિની નિવૃત્તિ પછી કરવામાં આવેલ નિયુક્તિ ન્યાયપાલિકાની આઝાદી પર ધબ્બો છે. તમે તેનાથી કઈ રીતે નીપટશો?
આ અંગે દાતારે કહ્યું કે, આ એક નજરિયો હોઈ શકે છે પણ આ રીતની નિયુક્તિથી રોકી શકાય નહીં. તેના પર ગોગોઈએ કહ્યું હતું કે આ મારી વિચારધારા છે.