મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું- કાર્યક્રમનું આયોજન કરનારાઓની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ
નવી દિલ્હી
દેશના પાટનગર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગ જમાતની ઘટના સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધવાની ચિંતા વધી ગઈ છે. અહિંયા લોકડાઉન છતાં પણ લગભગ 2000 લોકો ભેગા થયા હતા. હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. મોદી સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ આને તાલિબાની ગુનો ગણાવ્યો છે.
મરકઝ કેસને લઈને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે, તબલીગ જમાતના લોકો દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે એક તાલિબાની ગુનો છે જેની કડક સજા મળવી જોઈએ. તેમણે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમનું આયોજન કરનારા લોકો અને સંસ્થાની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.