એજન્સી, દિલ્હી
દિલ્હી વિધાનસભામાં ઉપ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી મનીષ સિસોદિયા દ્વારા દિલ્હી 2020-21 માટે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. બજેટ જાહેર કરતી વેળાએ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, આ બજેટ એવા સમયે રજુ થઇ રહ્યું છે કે જ્યારે દુનિયામાં કોવિડ-19 કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે. આ બીમારી સામે લડવા માટે જેટલા રૂપિયાની જરૂર હશે તેટલા સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવશે. દિલ્હી સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે પોતાના બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે 65,000 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ગત મહિને વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ સત્તામાં આવ્યા પછી આ પહેલું બજેટ છે. સિસોદિયાએ બજેટ રજુ કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રતિ વ્યક્તિ દીઠ લોકોની આવકમાં પાંચ વર્ષમાં 44 ટકા વધી છે. દબજેટમાં શિક્ષા અને સ્વાસ્થય પર વધારે જોર આપવામાં આવ્યું છે.
કેજરીવાલ વિકાસના મોડલ બંને ક્ષેત્ર પર ઉપર છે. બજેટ રજુ કરતા સિસોદિયાએ કહ્યું હતું કે, પ્રત્યેક સ્કૂલમાં ડિજિટલ ક્લાસ બનાવવામાં આવશે. આ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં આવનારા નાણાકીય વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 7704 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.