– તેમના મૌલાના સુહેબ રૂબીના પૌત્ર સહિત પરિવારના ૫ સભ્યોને કોરોના વળગ્યો છેઃ પંજાબમાં તબલીગી જમાતના ૧૧૦૦ સભ્યોને કોરોના પોઝીટીવ
ઇસ્લામાબાદઃ ફકત ભારતમાં જ નહીં પડોશી દેશમાં પણ તબલીગી જમાત દ્વારા પ્રતિબંધ છતા જમાતે મરકજનું આયોજન કર્યુ હતુ.જેને કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.ત્યારે પાકિસ્તાનમાં તબલીગી જમાતના મૌલાનાનું કોરોનાથી મોત થયું છે.મૌલાનાના ૨ પૌત્ર સહિત પરિવારના ૫ સભ્યો કોરોના ગ્રસ્ત મૌલાનાએ જમાતની એક સભામાં ગત મહિને ભાગ લીધો હતો.પાકિસ્તાનમાં તબલીગી જમાતના ફૈસલાબાદ પ્રમુખ મૌલાના સુહૈબ રુમીનુ કોરોના વાયરસને કારણે મોત નિપજયું છે.૬૯ વર્ષીય રુમીની પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.ગત મહિને તેમણે લાહોરના રાયવિંડમાં તબલીગી જમાતની એક સભામાં ભાગ લીધો હતો.એક અધિકારીઓ જણાવ્યું કે તેમના પૌત્ર સહિત પરિવારના ૫ સભ્યો કોરોના પોઝિટિવ થઈ ગયા છે.પરિવારને ફૈસલાબાદથી લગભગ ૧૫૦ કિમી દુર સ્થિત આઈસોલેશન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે.પાકિસ્તાનના પંજાબમાં તબલીગી જમાતના લગભગ ૧૧૦૦ સભ્યો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.