। લખનઉ ।
દેશનાં વિવિધ રાજ્યોના કેટલાક શહેરોમાં લોકો દ્વારા અને તબલિગીઓ દ્વારા મેડિકલ સ્ટાફ, પોલીસ પર હુમલા અને અભદ્ર વર્તનનો સિલસિલો શનિવારે પણ ચાલુ રહ્યો હતો. બિહારના સીવાનના ક્વોરન્ટાઈન સેન્ટરમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લોકો દ્વારા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ જીવ બચાવીને ભાગ્યા હતા. બિહારમાં આ પહેલાં મેડિકલ ટીમ મુંગેર જિલ્લામાં કાસિમ બજાર થાના ક્ષેત્રના હજરતગંજ બાડા ગલી નંબર ૧૫માં કોરોનાના શંકાસ્પદ કેસની તપાસ કરવા ગઈ ત્યારે પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ગાજિયાબાદ પછી કાનપુર અને લખનઉમાં તબલિગીઓ દ્વારા મેડિડકલ સ્ટાફ સાથે અભદ્ર વર્તનની ઘટના પ્રકાશમાં આવી હતી. બીજી તરફ એમપીનાં ખરગોનમાં પોલીસ પર રાતનાં અંધકારમાં હુમલો અને પથ્થરમારો કર્યો હતો. કાનપુર અને લખનઉની ઘટનામાં સીએમ યોગી આદિત્યનાથ દ્વારા તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા મુજબ પગલાં લેવા આદેશ અપાયા હતા. કાનપુરની લાલા લજપતરાય હોસ્પિટલમાં ૨૨ જમાતીઓએ મેડિકલ સ્ટાફ સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને અભદ્ર માગણીઓ કરી હતી. તેઓ વોર્ડમાં થૂંકતા હતા અને અભદ્ર શબ્દો કહેતા હતા. મેડિકલ સ્ટાફ સાથે સહારનપુરની બલરામપુર હોસ્ટિપલમાં પણ ૧૨ જમાતીઓ કોરોના સંક્રમિત હતા તેમને ક્વોરન્ટાઈનમાં રખાયા હતા તેમણે સ્ટાફને અભદ્ર શબ્દો કહ્યા હતા. તેઓ નોનવેજ ભોજન માગી રહ્યા હતા. એકબીજાને ભેટી રહ્યા હતા. એકબીજાની બોટલમાથી પાણી પીતા હતા. પોલીસે તેમની સામે હ્લૈંઇ કરી હતી.
બિજનોરમાં ઇંડાં અને બિરયાનીની માગણી
બિજનોરમાં આઈસોલેશનમાં રખાયેલા ૧૩ જમાતીઓએ હંગામો મચાવ્યો હતો. તેમણે ભોજનમાં ઇંડાં અને નોનવેજ બિરયાની ખાવાની માગણી કરી હતી. ઈન્ડોનેશિયાનાં ૮ અને ભારતનાં ૫ જમાતીઓએ સફાઈ કર્મચારી સાથે અભદ્ર હરકતો કરી હતી. હંગામો મચાવીને લાંબા સમય સુધી હોસ્પિટલમાં શોરબકોર મચાવ્યો હતો.
ઘરમાં જ રહેવા અપીલ કરતા લોકો ઉશ્કેરાયા…
એમપીનાં ખરગોનમાં રાતનાં અંધારામાં આશરે ૨૦૦થી ૩૦૦નાં ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી અને પથ્થરમારો કર્યો હતો. હુમલાખોરોની શોધ ચલાવાઈ રહી છે. શુક્રવારે રાત્રે ખરગોનનાં ખસખસવાડી વિસ્તારમાં પોલીસે લોકોને લોકડાઉન વખતે ઘરમાં જ રહેવા અપીલ કરી હતી ત્યારે લોકો ઉશ્કેરાયા.
આસામમાં ક્વોરન્ટાઈન વોર્ડમાં થૂંકવાની ઘૃણાસ્પદ હરકત
આસામમાં ગોલાઘાટ જિલ્લાનાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોરોનાગ્રસ્તો દ્વારા હોસ્પિટલનાં રૂમોમાં અને ક્વોરન્ટાઈન વોર્ડની અંદર તેમજ બારીની બહાર, ડોકટરો અને સ્ટાફ પર થુંકવાની ઘૃણાસ્પદ હરકત કરવામાં આવી હતી. અહીં ૪૨ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે જેમાંથી ૮ લોકો તબલિગી જમાતનાં કાર્યક્રમમાં હાજર હતા.
ચલણી નોટ ચાટીને કોરોના વાઇરસ ફેલાવવાની ધમકી આપનારો ગિરફ્તાર
નાસિકઃ મહારાષ્ટ્રની નાસિક પોલીસે માલેગાંવના એક શખ્શને કોરોનાવાઇરસ અંગેના એક ટિકટોક વીડિયો પોસ્ટ કરવાના કેસમાં ગિરફ્તાર કર્યો છે. આ વીડિયોમાં તે કથિત રીતે ચલણી નોટને ચાટતો અને તેનાથી નાક સાફ કરતો જોવા મળે છે. એક અધિકારીએ જણાવ્યું કે સૈયદ જમિલ સૈયદ બાબૂને માલેગાંવમાં રમજાનપુરા પોલીસે ગુરુવારે મોડી રાત્રે ગિરફ્તાર કર્યો હતો. તેણે અદાલતે સાત એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડમાં મોકલી આપ્યો છે.