ભાવનગર જિલ્લા પંચાયતમાં યોજાયેલી બજેટ બેઠકમાં વર્ષ ર૦ર૦-ર૧ રૂપિયા ૧,ર૩ર,૮૮,૩૭,૧૭૧ ના અંદાજપત્રને વિપક્ષ સદસ્યોના દેખાવ માત્રના વિરોધ બાદ મંજુર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બજેટ બેઠકના પ્રશ્નોતરી કાળમાં વિપક્ષી સદસ્યોને ફાળવતી ગ્રાન્ટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોમાં લોલમલોલ સામે બળાપો મચાવતા સભાગૃહનું વાતાવરણ ગરમાયું હતું.આ જોઇ વિપક્ષી સદસ્યોને ફાળવવામાં આવતી રૂપિયા દોઢ લખની ગ્રાન્ટ વધારવાની માંગ કરી જો ગ્રાન્ટ વધારી દેવામાં આવે તો સભામાં રજુ થયેલા અંદાજપત્રને મંજુર થવા દેવા માટે સહમતી દર્શાવતા શાસક પક્ષ સમય પારખી વિપક્ષી સદસ્યોની માંગ સ્વીકારી રૂપિયા દોઢને બદલે ગ્રાન્ટના બે લાખની કરવા સહમતી દર્શાવતા વિપક્ષી સદસ્યોએ અંદાજપત્રને મંજુરી માટે સહમતી આપી હતી.