યોગી સરકારે લખનઉમાં હિંસાના આરોપીઓના પોસ્ટર લગાવ્યા હતા
એજન્સી, પ્રયાગરાજ
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ના વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારે હિંસા ભડકાવનારા કેટલાક આરોપીઓની તસવીર વાળા પોસ્ટર રોડ પર લગાવી દીધા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે આ પોસ્ટર હટાવવાના આદેશ આપ્યા છે.
હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને રમેશ સિન્હાની બેંચે લખનઉમાં સીએએ વિરોધ પ્રદર્શનમાં સંપત્તિને નુકસાન પહોંચાડનારા આરોપીઓના પોસ્ટરને તાત્કાલિક હટાવવાના આદેશ આપ્યા છે.
હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે, કાયદાકીય જોગવાઈ વગર નુકસાન વસૂલાત માટે પોસ્ટરમાં લગાવવા ગેરકાયદેસર છે. આ ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંઘન પણ છે.