કેન્દ્ર સરકારે ત્રીજી મે સુધી લોકડાઉન લંબાવતા અને તેના પગલે તે તારીખ સુધીની તમામ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ સસ્પેન્ડ થતાં સ્થાનિક એરલાઈન્સે ગ્રાહકોને તેમની રદ થયેલી ફલાઈટ માટે રિફંડનો ઈનકાર કર્યેા છે અને તેના બદલે વધારાની ફી વગર પછીની તારીખ માટે ટિકિટના રિશિડયુલની ઓફર કરી છે.કોરોના વાયરસ ફેલાવાથી સરકારે ૨૧ દિવસનો લોકડાઉન લાગુ કર્યેા હતો તેના પરિણામે આ સમયગાળાની બધી સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય કોમર્શિયલ પેસેન્જર ફલાઈટ સસ્પેન્ડ થઈ હતી.રાષ્ટ્ર્રીય વિમાન કંપની સિવાયની મોટાભાગની એરલાઈન્સે ૧૪ એપ્રિલ પછી બુકિંગ લીધા હતા પરંતુ હવે લોકડાઉનની ત્રીજી મે સુધી લંબાયું હોવાથી ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ તમામ આંતરરાષ્ટ્ર્રીયની સાથે સ્થાનિક ફલાઈટસ આ તારીખ સુધી બધી ફલાઈટ સસ્પેન્ડ રહેશે.વિસ્તારાના પ્રવકતાએ જણાવ્યું હતું કે,અમે અસર પામેલા બુકિંગ રદ કરવાની પ્રક્રિયા જારી રાખી છે અને ગ્રાહકોને ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી વધારાના ચાર્જ વગર રિશિડયુલિંગ ઓફર કરીશું