ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 44 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાયા છે. 13 સેમ્પલ પૈકી 12 નેગેટિવ અને એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે ગુજરાતમાં 4 પોઝિટિવ કેસ વધ્યા છે. અમદાવાદમાં બુધવારે એક દર્દીનું મોત નિપજ્યું છે, ત્યારબાદ આજે ભાવનગરના એક દર્દી કોરોનાનો ભોગ બન્યો છે.
અમદાવાદ -15
વડોદરા -7
સુરત -7
ગાંધીનગર -6
કચ્છ -1
રાજકોટ -5
ભાવનગર -1
ગુજરાતમાં કંઈ કંઈ જગ્યાએ કોરોનાના કારણે થયા મોત
– સુરતમાં એકનું મોત
– અમદાવાદમાં એકનું મોત
– ભાવનગરમાં એકનું મોત