ન્યુ દિલ્હી,તા.૨૩
કૉંગ્રસમાં એક મોટો વર્ગ ઈચ્છે છે કે રાહુલ ગાંધી ફરી પક્ષના વડા બને અને ટોચના નેતા બની રહે, એમ વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે કહ્યું હતું. જોકે, તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીને તેમની ઈચ્છા પ્રમાણે પસંદગીના સમયે આ મામલે નિર્ણય લેવાની પરવાનગી આપવી જોઈએ.
ખુરશીદે ભારપૂર્વક કહ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ હાલ સંક્રમણના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ પક્ષમાં નેતાગારીની કોઈ કટોકટી નથી કેમ કે સોનિયા ગાંધી પક્ષમાં ટોચના સ્થાને બિરાજમાન છે.
પક્ષના નેતૃત્ત્વને મુદ્દે કૉંગ્રસમાંથી જ અમુક લોકોએ અવાજ ઉઠાવતાં તેમ જ શશી થરૂર અને સંદીપ દીક્ષિત સહિતના નેતાઓએ આ બાબતનો અંત લાવવાની કરેલી માગણી વચ્ચે ખુરશીદે કરેલા આ નિવેદનને મહત્ત્વનું લેખવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓમાં ઊર્જાનો સંચાર કરવા અને મતદારોને પ્રેરવા પક્ષના નેતૃત્ત્વ અંગે ચૂંટણી યોજવાની થરૂરે ગુરુવારે કૉગ્રેસ વર્િંકગ કમિટી (સીડબ્લ્યુસી)ને વિનંતી કરી હતી.
દીક્ષિત અને થરૂરના અભિપ્રાય અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં આ માટે ચૂંટણી થઈ હતી. અમુક લોકોએ અમને એમ પણ કહ્યું હતું કે ચૂંટણી જ શ્રેષ્ઠ માર્ગ હોય તે જરૂરી નથી, એમ તેમણે કહ્યું હતું.
રાહુલ ફરી કૉંગ્રેસના વડા બને : સલમાન ખુરશીદ
Leave a Comment