[weather_data]
Breaking News
TRENDING NEWS

વિકાસના કામોમાં નવા SOR અને GST વગરના ટેન્ડર મુદ્દે વિવાદ : કોન્ટ્રાક્ટરો હવેથી ટેન્ડર નહીં ભરે

[updated_date] [post_views]

Table of Content

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનની મહેસાણા ખાતે મળેલી બેઠકમાં સમગ્ર ગુજરાતના કોન્ટ્રાક્ટરોએ તા.31/7/2023 થી સરકારી અર્ધસરકારી વિભાગોના વિકાસના કામોના ટેન્ડરમાં જરૂરી ફેરફારો થાય નહીં ત્યાં સુધી કોઈપણ કોન્ટ્રાક્ટરે ટેન્ડરો ભરવા નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી હવે આગામી દિવસમાં કોન્ટ્રાક્ટરો શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનની ગત તારીખ 21 જુલાઇના રોજ મહેસાણા ખાતે મળેલી બેઠકમાં 200થી વધુ કોન્ટ્રાક્ટરોની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા જાહેર કરવામાં આવતા વિકાસના કામોના ટેન્ડરમાં કેટલીક વિસંગતતા તથા કોન્ટ્રાક્ટરોને થતા આર્થિક નુકસાનો ને ધ્યાનમાં રાખી જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનની બેઠકમાં ચર્ચા વિચારણા ને અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ,જ્યાં સુધી ગુજરાત સરકાર તરફથી વિવિધ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામા ન આવે,જ્યાં સુધી નવા SOR મંજૂર કરવામાં ન આવે અને જ્યાં સુધી GST વગર ના ટેન્ડર કાઢવામાં ન આવે.ત્યાં સુધી સર્વે કોન્ટ્રાકટરોએ કોઇપણ પ્રકારના નવા ટેન્ડર તા. 31/07/2023 પછી ભરવા નહી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles