કોલંબો,તા.૨૩
વેસ્ટઈન્ડિઝનાં ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર શાઈ હોપ આ સમયે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમણે શનિવારે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં સદી ફટકારી છે. શાઈ હોપ હવે એશિયામાં સૌથી ઓછી ઈનિંગમાં હજાર વનડે રન બનાવનાર ખેલાડી બન્યા છે. તેમણે આ ઉપલબ્ધી પ્રાપ્ત કરવા માટે માત્ર ૧૫ ઈનિંગનો સહારો લીધો, હોપે આ મામલામાં પાકિસ્તાનનાં બેટ્સમેન બાબર આઝમને પછાડયા હતા. શાઈ હોપ અને માર્લન સૈમુએલ્સે બન્ને એ છ-છ વખત આ કારનામો કર્યો હતો. ત્યારે આ યાદીમાં આઠ સદી સાથે ક્રિસ ગેલ સૌથી ઉપર છે. હોપની છેલ્લી નવ ઈનિંગમાં પાંચમી સદી હતી.
બાબરે એક હજાર રન ૧૭ ઈનિંગમાં પૂર્ણ કર્યા, ત્યારે દક્ષિણ આફ્રિકાનાં ગેરી કર્સ્ટને ૧૮, ઝહીર અબ્બાસ/ગ્રાહમગૂચ/ યાસિર હમીદે ૧૯ ઈનિંગમાં પૂર્ણ કર્યા છે. ત્યારે ભારત તરફથી આ લિસ્ટમાં ફક્ત શિખર ધવન છે જેમણે ૨૦ ઈનિંગમાં એશિયામાં પોતાનાં હજાર રન પૂર્ણ ક્યા હતા.
હોપ એશિયામાં વેસ્ટઈન્ડિઝની તરફથી સૌથી વધુ સદી ફટકારવાનાં મામલામાં સંયુક્ત રૂપે બીજા ખેલાડી બન્યા છે. હોપે છેલ્લી ૧૫ ઈનિંગ દરમ્યાન ભારતમાં ત્રણ, બાંગ્લાદેશમાં બે અને શ્રીલંકામાં એક સદી ફટકારી છે.
વે.ઇન્ડિઝ બેટ્સમેન શાઇ હોપે નવ ઇનિંગ્સમાં પાંચમી સદી ફટકારી
Leave a Comment