– અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૭,૬૦,૦૦૦થી વધુઃ મૃત્યુઆંક ૪૦ હજારને પારઃ મેકિસકોમાં ૭૬૪ નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૮,૨૬૧: મૃત્યુઆંક ૬૮૬
વોશિંગ્ટન,તા.૨૦: વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં ૨૪,૦૭,૩૪૧ કેસ નોંધાયા છે.તેમજ મૃત્યુઆંક ૧,૬૫,૦૬૯એ પહોંચ્યો છે.અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૯૯૭ લોકોના મોત થયા છે.તેની સાથે જ ત્યાં મૃત્યુઆંક ૪૧ હજારને પાર થઇ ગયો છે.અમેરિકામાં અત્યાર સુધીમાં ૭,૬૪,૨૬૫ દર્દીઓ નોંધાયા છે.
ન્યુયોર્કમાં ૨૪ કલાકમાં ૫૦૭ના મોત થયા છે.તેમજ એક દિવસ પહેલા ત્યાં ૭૭૮ના મોત થયા હતા.ચીનમાં ૧૨ નવા કેસની પુષ્ટિ કરવામાં આવી છે. તેથી સંક્રમિતોની સંખ્યા ૮૨,૭૪૭એ પહોંચી છે.તેમજ ૪,૬૩૨ના મોત થયા છે.દક્ષિણ આફ્રિકામાં લોકડાઉન બાદ ખાવાના ફાફા પડ્યા છે.કેપટાઉનમાં એક કમ્યુનીટી લીડર ચેતવણી આપીને કહ્યું કે,અમે ખાદ્ય સંકટની વચ્ચે છીએ યુધ્ધ જેવી સ્થિતિ થઇ ગઇ છે.
મેકિસકોમાં અત્યાર સુધીમાં ૮૨૦૦ના કેસ સામે આવ્યા છે.૨૪ કલાક દરમ્યાન ૩૦ના મોત થયા છે.ટ્યુનીશિયામાં અત્યાર સુધીમાં ૩૮ના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૭૯ થઇ ચુકી છે.ગઇ કાલે ૧૩ નવા નોંધાયા છે.સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા ૧,૯૮,૬૭૪એ પહોંચી છે.તેમજ ૨૦,૪૫૩ના મોત થયા છે. ઇટાલીમાં ૧,૭૮,૯૭૨ સંક્રમિતોની સંખ્યા થઇ છે.તેમજ ૨૩,૬૬૦ના મોત થયા છે.
વિશ્વમાં કોરોનાની સ્થિતિ અમેરિકા કુલ કેસ : ૭,૬૪,૨૬૫ મૃત્યુઆંક : ૪૦,૫૬૫ ઇટાલી કુલ કેસ : ૧,૭૮,૯૭૨ મૃત્યુઆંક : ૨૩,૬૬૦ સ્પેન કુલ કેસ : ૧,૯૮,૬૭૪ મૃત્યુઆંક : ૨૦,૪૫૩ ફ્રાંસ કુલ કેસ : ૧,૫૨,૮૭૪ મૃત્યુઆંક : ૧૯,૭૧૮ જર્મની કુલ કેસ : ૧,૪૫,૭૪૨ મૃત્યુઆંક : ૪,૬૪૨ લંડન કુલ કેસ : ૧,૨૦,૦૬૭ મૃત્યુઆંક : ૧૬,૦૬૦