અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદની મુલાકાત કરીને દિલ્હી પહોંચી ગયા… પરંતુ મોઘેરા મહેમાન ટ્રમ્પ અને મોદીજીને આવકારવા માટે અમદાવાદ શહેરના રોડ-રસ્તા ઉપર બંન્ને તરફ ઉભા રહેલા લોકોને આ બંન્ને મહારથીઓની એક ઝલક પણ જોવા ન મળતા લોકોમાં ભારે નિરાશા પ્રસરી વળી હતી. તો વહેલી સવારથી ઉમટી પડેલ માનવ મહેરામણ માટે સ્ટેડિયમમાં પીવાના પાણી,છાશ અને લસ્સીની સુવિધાઓ રાખવામાં આવી હતી. પરંતુ આટલી ગરમીમાં અનેક લોકોને પીવાનું પાણી ન મળતા મોદીજી ભાષણ આપવા ઊભા થયા ત્યારે ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાંથી અંદાજે ૧૫ ટકા ઉપરાંત લોકોએ ચાલતી પકડી હતી.. ત્યારે બીજી તરફ લોકો ગરમીને કારણે પીવાનું પાણી મેળવવા હાંફળા ફાંફળા થઇ ગયા હતા. અંતે પાણી-છાશ મેળવવા આ બધું રાખવામાં આવેલ ત્યાં ઘસારો કરી દીધો હતો…. પરિણામે લોકો લૂંટ કરવા લાગ્યા હતા અને જેઓ મજબૂત હતા તેઓ પોતાની તરસ છીપાવવામાં સફળ થયા હતા…. ટૂંકમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી ત્યારે યાદ આવે છે દિલ્હી ચૂંટણી સમયે ખાસ ભક્તોએ ચલાવેલ દિલ્હીવાસીઓ મફતિયા, મફતનું બધું ખપે, તો પછી મોટેરા સ્ટેડિયમ ખાતે જે પાણી, છાશ, લસ્સી માટે બઘડાટી બોલાવી તેને શું કહીશું….? આ બાબતનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે… જેનાથી મોદીજીને અને ભાજપા બંનેને બદનામી મળી રહી છે….! તો ગાંધી આશ્રમમાંથી ગાંધીજીની પ્રતિમા જ ગાયબ હતી…! અને ત્યાં ટ્રમ્પ અને મોદીજીએ ગાંધી તસવીરને સુતરની આટી પહેરાવી હતી બાદમા ચરખો કાંતવાનું લતાબેન પરમારે જાતે નિદર્શન કરાવી ટ્રમ્પના હાથમાં રૂની પુણી પકડાવી કાતણ કરાવ્યું… પણ અગત્યની નોંધનિય બિના એ બની કે આશ્રમની વિઝીટ બુકમા ટ્રમ્પે રાષ્ટ્રપિતા ગાંધીજી અંગે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ તેમાં નોંધ લખી *થેક્ન્સ, માય ગ્રેટ ફ્રેન્ડ પ્રાઈમ મિનિસ્ટર મોદી, થેક્ન્સ યુ ફોર ધીસ વન્ડરફુલ વિઝીટ.* અને રિવરફ્રન્ટનો નજારો માણવાનું પડતું મૂકી સીધા જ મોટેરા સ્ટેડિયમ કાફલો રવાના થઈ ગયો હતો. ત્યારે ગાંધીવાદીઓ અને લોકોમાં સવાલ ઉઠયો હતો કે ટ્રમ્પ રાજકારણી નથી એટલે ભૂલ થઈ શકે…. પરંતુ દેશભરમાં ગાંધીજીની દુહાઈ દેતા ગાંધીજીના આદર્શોની વાત કરતા આપણા વડાપ્રધાને આશ્રમમાં ગાઈડની ભૂમિકા ભજવી હતી જેમાં તેઓ ટ્રમ્પને નોંધ બાબતે નિર્દેશ આપવાનું ભૂલી ગયા હતા કે શું…..?
દિલ્હી ખાતે ટ્રમ્પની મુલાકાતના એક દિવસ પહેલા જ શાહીનબાગ પાસેના મૌજપુરમાં ભાજપાના નેતા કપિલ મિશ્રાએ લોકોને એકઠા કરી તેની આગેવાની લઈને સીએએની તરફેણમાં રેલી કાઢી હતી અને સીએએ તરફેણ અને વિરોધ કરનારા લોકો સામસામે આવી ગયા હતા… ત્યારે ભારે હોહા મચી ગઇ અને પથ્થરમારો શરૂ થઇ ગયો હતો… તો વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ પણ બની.. અને પોલીસને દોડતા થઈ જવું પડયું. પોલીસને ટીયર ગેસના દસેક જેટલા શેલ છોડવા પડયા ત્યારે ભીડ વિખેરાઈ હતી… પરંતુ શાહીનબાગ વિસ્તાર સહિતના કેટલાક જિલ્લામાં તેના બારે પ્રત્યાઘાત પડયા હતા.. જેથી ચારે તરફ લોકોમાં આક્રોશ ફરી વળતા પોલીસે દશેક જેટલા જિલ્લામાં કરફયૂ લાદવાની ફરજ પડી હતી….. તો દિલ્હીવાસીઓ અને રાજકીય ક્ષેત્રે જે શંકાઓ છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરાઈ રહી હતી કે રાજકીય નેતાઓ કોમી એકતા, ભાઈચારાની ભાવનાને ખતમ કરી નાખવા પ્રયત્નો કરી રહ્યા છે…. અને આ ઘટનાએ તે સાબિત કરી દીધું છે…! એવું કહેવા સાથે ચર્ચાઓ કરતા હતા કે છેલ્લા બે માસથી સીએએના વિરોધમાં ગાંધીજી ચીધ્યા રાહે શાહીનબાગ ખાતે મહિલા આંદોલન ચાલી રહ્યું છે એક પણ કાકરી ચાળો કે દેશ વિરોધી સુત્રો બોલાયા નથી… માત્ર તિરંગા સાથે રાષ્ટ્રીય ગીતો અને રાષ્ટ્રીય સુત્રો બોલાતા હતા… સાથે શાંત આંદોલન ચાલી રહ્યું હતું અને તેનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે…. ત્યારે કપિલ મિશ્રાએ સીએએ તરફી રેલી અત્યારેજ શા માટે કાઢી….? અગાઉ કેમ કાઢી ન હતી…..? આ રેલી માટે પોલીસ મંજૂરી લીધી હતી કે નહી…?શું દિલ્હીવાસીઓએ ભાજપાને બદલે કેજરીવાલને સત્તા સોંપી તેથી શું ભાજપા દિલ્હીમાં લોકો શાંતિથી રહી ન શકે તેવું ઈચ્છે છે….? તેવા સવાલો દિલ્હીવાસીઓ અને સ્થાનિક રાજકીય લોકો કરી રહ્યા છે…..!!
અને છેલ્લે ગુજરાતમાં પોલીસનો ભારે દબદબો છે. તેમાય શહેરી વિસ્તારોમાં તો આમ પ્રજાજનો સાથેનો તેમનો વર્તાવ, વ્યવહાર, વાણી ભારે ટીકારૂપ બની ગયા છે…..! પરંતુ ટ્રમ્પ આવવાના હતા તેના ચાર દિવસ પહેલાથી તેઓની જે રીતે સતત ફરજ પર હાજર રહેવાની વ્યવસ્થા કરી હતી તેને કારણે તેમની હાલત કફોડી બની ગઇ હતી…..! જમવા, ખાવા- પીવાની ભારે તકલીફો પડી હતી… તો ધોમધખતા તાપમાં સતત ફરજ બજાવવી પડી હતી… અને તેમાં પણ પોલીસને ટ્રમ્પના કાફલા પર નહીં પરંતુ વ્યવસ્થા પર જ હાથમાં લાકડી રાખીને ફરજ બજાવી પડી….. અને ટ્રમ્પ કે મોદીના દર્શન પણ ન કરી શક્યા…. તેથી તેમનામાં પણ રંજ છે. આખરે તો તેઓ પણ માણસ જ છે ને…..? પરંતુ પોતાની તમામ ઈચ્છાઓને મારી નાખી આકરા તાપમાં ફરજ નિભાવવી પડી હતી…. જ્યારે ગુજરાતમાં પોતાની એરકન્ડીશન કારમાં હરતા- ફરતા મંત્રીઓ, ધારાસભ્યોને કોઈપણ સુવિધાઓ વગર બસમાં મોટેરા સ્ટેડિયમ જવું પડયું….. તેનાથી આમ પ્રજા તો ઠીક શિક્ષિતોમાં ભારે ખુશી હતી… કારણ મોટાભાગે ગુજરાતમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં તેઓનો ભારે દબદબો હોય છે… પરંતુ અહીં મોટેરા સ્ટેડિયમ ખાતે સામાન્ય માનવીની જેમ જ…… પરંતુ આ નેતાઓ- મહાનુભાવો આમાથી શીખ લેશે કે ગુજરાતમાં યોજાતા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા લોકો માટે યોગ્ય સુ-વ્યવસ્થા કરવાની…..?! વંદે માતરમ્…
શું દિલ્હીવાસીઓને કેસરીલાલને બદલે કેજરીવાલને સત્તા સોંપવાની સજા મળી રહી છે..?!!
Leave a Comment