નવી દિલ્હી, તા.20 એપ્રિલ 2020, સોમવાર
– મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતોના મોબ લિન્ચિંગને લઈને આખા દેશમાં આક્રોશ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.
કેન્દ્ર સરકારે આ મામલે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ બે પોલીસ કર્મીઓને આ મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કેન્દ્રના ગૃહ મંત્રાલયે ઉધ્ધવ ઠાકરે પાસે રિપોર્ટ માંગ્યો છે કે, રાજ્ય સરકારે આ કેસમાં શું કાર્યવાહી કરી.આમ આ મામલે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને પણ આવી શકે છે.કારણકે મહારાષ્ટ્રમાં શિવસેનાની કોંગ્રેસ અને એનસીપી સાથે સંયુક્ત સરકાર છે અને શિવસેનાએ હંમેશા મોદી સરકાર સામે આક્રમક તેવર અપનાવેલા છે.બીજી તરફ સોશ્યલ મીડિયા પર લોકો ઉધ્ધવ ઠાકરેની સરકારની આ મામલા માટે ભારે ઝાટકણી કાઢી રહ્યા છે.