પક્ષકારો તથા જે-તે કામના સાથીઓએ નામદાર કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી તેવી નોટિસ કોર્ટ બિલ્ડિંગ પર મારી દેવામાં આવી
સુરત
કોરોના વાઈરસની તકેદારી માટે સુરત જિલ્લા કોર્ટમાં પ્રવેશતા તમામનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને યોગ્ય લાગે તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજરોજ મંગળવારે સવારે 10 વાગ્યાથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ કોર્ટ સંકુલ પહોંચી ગઈ હતી અને કોર્ટ સંકુલમાં પ્રવેશ લેવા ઈચ્છતા લોકોની લાઈન બનાવી તેમનું ટેમ્પરેચર લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન 37 ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતા લોકોને કોર્ટ સંકુલમાં પ્રવેશ અપાયો ન હતો. સાથે સાથે કોર્ટમાં મોટા પાયે સાફસફાઈ અને દવાનો છંટકાવ કરાવ્યો હતો.
કોર્ટ બિલ્ડિંગના પ્રવેશદ્વારા પર સૂચના લખી દેવામાં આવી છે કે પક્ષકારો તથા જે તે કામના સાક્ષીઓએ નામદાર કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી તેમજ જે તે કેસ અંગેની તારીખ વકીલને ફોન પર સંપર્ક કરી મેળવી લેવા વિનંતી કરતો પત્ર પણ અહીં ચોંટાડી દેવામાં આવ્યો છે. હાલ કોર્ટમાં માત્ર ઈમરજન્સી કેસ પર કામ કરવામાં આવી રહ્યું છે.
સુરત કોર્ટમાં આજે હાર્દિકની મુદત હતી
રાજદ્રોહનાકેસમાં આજે કોર્ટની મુદત હોવાથી સુરત કોર્ટમાં હાર્દિક પટેલે માસ્ક પહેરીને હાજરી આપી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેંસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. કેટલાક વિરોધીઓ ઈરાદાપૂર્વક ખોટી અફવા ફેલાવી રહ્યાં છે.