ન્યુ દિલ્હી,તા.૨૫
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડિનર કરાવશે. તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી બાદ હવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ જવાથી ઈક્નાર કર્યો છે. ન્યુઝ એજન્સીએ જણાવ્યા મુજબ પહેલા મનમોહન સિંહે ડિનરનું આમંત્રણ સ્વીકાર કરી લીધુ હતું, જોકે સોમવારે તેમણે સમારંભમાં નહિ જઈ શકે તેવી વાત કરી હતી.
કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને ડિનર માટે આમંત્રણ ન મળવાને કારણે તેઓ નારાજ છે. અધીર રંજને કહ્યું હતું કે પાર્ટીના ઈન્ટરીમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિપક્ષના નેતાઓની આ પ્રકારના કાર્યક્રમમાં અવગણના કરી રહ્યાં છે. અમેરિકામાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન ત્યાંના બંને મુખ્ય વિપક્ષોના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના ડિનરમાં આમંત્રણ ન મળતા અધીર રંજન નારાજ
Leave a Comment