આખા વિશ્વમાં કોરોનાનો આતંક ફેલાઈ રહ્યો છે,જેના લીધે સરકારે કોરોનાથી બચવા લૉકડાઉનની જાહેરાત કરી છે.પણ 21 દિવસના લૉકડાઉન બાદ પણ કોરોનાના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.સાથે જ લૉકડાઉનથી લોકો બહુ જ હેરાન થવા લાગ્યા છે અને ઘરથી બહાર નીકળવાની માંગણી કરી રહ્યા છે.એવી જ એક ઘટના સ્પેનમાં થઈ છે ઘરમાં કંટાળેલી મહિલાએ લૉકડાઉનના નિયમ તોડ્યા છે અને જ્યારે પોલીસ એને પકડીને કોર્ટમાં લઈ ગઈ તો તેણે કપડા ઉતારીને ઘણો હંગામો કર્યો.
સ્પેનમાં લૉકડાઉનને લઈને બહુ જ કડક પગલા લેવામાં આવ્યા છે.કોઈને પણ બહાર નીકળવાની અનુમતિ નથી.એવામાં આ 41 વર્ષીય મહિલાને ઘરમાં રહેવું ખૂબ જ કંટાળાજનક હતું.એટલે તે લૉકડાઉનના નિયમ તોડીને ઘરની બહાર નીકળી ગઈ.પરંતુ આ મહિલાએ કોઈ ખોટું કામ કર્યું નથી.તે ઘરની બહાર આવી અને ટોરેમોલિનોસ વિસ્તારમાં કાર્યરત તબીબી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માર્ગ પર ઉભી રહીને તાળીઓ પાડી રહી હતી.
ત્યારબાદ પોલીસ તેને કોર્ટમાં લઈ ગઈ.કોર્ટે મહિલાને જામીન પર છોડી દીધી હતી.પરંતુ કોર્ટની બહાર આવતાની સાથે જ મહિલાએ તેના બધા કપડા ઉતારી નાખ્યા હતા અને હંગામો મચાવ્યો હતો.આ બધાની વચ્ચે તે પોલીસની કાર પર ચડી ગઈ અને બાદ પોલીસે એને પકડી અને કપડા પહેરવા વિનંતી કરી પણ તે કપડા પહેરવા તૈયર નહોતી. બાદ પોલીસે એને કપડામાં લપેટીને એને એક એમ્બ્યુલન્સમાં નાખીને ઘરે મોકલવી પડી.