બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે આવેલ એક કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર વ્યક્તિને કડોદરા પોલીસે વરેલી પાટીયા નજીકથી ઝડપી પાડ્યો હતો.જોકે આ બાઇક ચોર સગીર વયનો હોય પોલીસે તેને ડીટેન કરી 30 હજારની કિમતની બાઇક કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.કો શૈલેષભાઈ ચંદુભાઈ તથા પો.કો ભૌતિકભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળતા તેઓ વરેલી પાટીયા નજીક વોચ ગોઠવી હતી.તે દરમ્યાન નંબર પ્લેટ વગરની એક બજાજ કંપનીની પ્લેટીના બાઇક ઉપર બાતમી મુજબનો વ્યક્તિ આવતા તેને અટકાવ્યો હતો.અને બાઇકના જરૂરી કાગળો માંગતા મળી આવ્યા ન હતા.જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ બાઇક ચોરીની છે તેમજ બાઇક સાથે પકડાયેલ વ્યક્તિ સગીર વયનો છે.અને તેણે આ બાઇક અંત્રોલી ગામ નજીક આવેલ રામવિલા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.કડોદરા પોલીસે પકડાયેલ કિશોરને ડીટેન કરી 30 હજારની કિંમતની બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


