સાપુતારા : શહેરની ભાગદોડ વાળી જિંદગી થી દુર કુદરતી સૌંદર્ય નો આનંદ માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે દૂર દૂર થી પ્રવાસીઓ આવતા હોય છે,મિત્ર મંડળ અને પરિવાર સાથે આવતા સહેલાણીઓ ની સુરક્ષા માટે ડાંગ પોલીસ અને સ્થાનિક વેપારી મંડળ પણ ખુબજ ધ્યાન રાખતા હોય છે.જોકે સાપુતારા સર્પગંગા તળાવ પાસેથી પસાર થતા ગુજરાત અને માહારાષ્ટ્ર ને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગ ઉપરથી બેફામ રીતે પસાર થતા નાના મોટા માલવાહક વાહન ને લઈને નાના મોટા અકસ્માત થાય છે,અને નજીવી બાબતમાં વાત મારામારી સુધી પહોંચી જાય છે.આજે સવારે સાપુતારા આનંદો સર્કલ નજીક માહારાષ્ટ્ર તરફ જતી બે પિકપ વાન ઓવર ટેક કરવા બાબતે સામસામે આવી ગયા હતા,જેમાં એક ચાલકે બીજા ને લાફો મારી દેતા અન્ય વાહન ચાલકો પણ ભેગા થઈ ગયા હતા.
બે વાહન ચાલકની લડાઈમાં અન્ય પિકઅપ ચાલકો ભેગા થઈ જતા જોતજોતામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને મહારાષ્ટ્ર તરફ અન્ય વાહન ચાલકો પણ ઉશ્કેરાઈ ગયા હતા,જોકે ત્યાંથી પસાર થતાં સાપુતારા વેપારી મંડળ ના આગેવાન રામચન્દ્ર હડ્સ એ બંને ચાલકો ને સમજાવી શાંત પાડ્યા હતાં જ્યારે,નજીક માં ઉભેલ હોમગાર્ડ ના જવાનોએ પણ પોતાની ફરજ નિભાવી પરિસ્થિતિ સાંભળી લીધી હતી.રાજ્યના એક માત્ર ગિરિમથક ખાતે આવતા લાખો પ્રવાસીઓ ની સુરક્ષા માટે સજ્જ પોલીસ અને હોમગાર્ડ ની સજાગતા થી આજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી,અને જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે સ્થાનિક વેપારીઓ પણ પોતાની ફરજ સમજી પરિસ્થિતિ સાંભળી લેતાં હોય છે.


