– એસ્પાયર-2 નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતા દૂર્ધટના સર્જાઈ
– સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી આવ્યા સામે
અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવા બિલ્ડિંગના બાંધકામ દરમિયાન માંચડો તૂટવાને કારણે આઠ મજૂર નીચે પટકાયા હતા.સાતમા માળેથી પટકાયેલા સાત મજૂરનામોત નીપજ્યાં હતાં,જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ-પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતા.સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકી નીકળી ગયા હતા.ત્યારે ગઈકાલે ઘટેલી આ દૂર્ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે.જેને જોઈને તમારા રૂંવાટા ઉંચા થઈ જશે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવરંગપુરામાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું.તે દરમિયાન આજરોજ એક મોટી દૂર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.જેમાં મજૂરોને લઈને જતી લિફટ સાતમાં માળેથી તૂટી પડતા 7 જેટલા મજૂરોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.લિફટ તૂટીને ઘડાકાભેર નીચે પટકાતા મજૂરોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.જેથી શ્રમિકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સમગ્ર ઘટના અંગે અમદાવાદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ત્યારબાદ તમામ વિગતો મેળવી તપાસ શરૂ કરી દીધી હતી.પોલીસ દ્વારા મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તેની સાથે આ દૂર્ઘટના સર્જાવા પાછળનું જાણવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે આ ઘટનાના લાઈવ સીસીટીવી હાલ સામે આવ્યા છે.જે જોઈને તમારા રૂવાંટા ઉંચા થઈ જશે.
શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો પ્રમાણે એસ્પાયર-2 બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. 13મા માળે લિફ્ટના શાફ્ટનું ધાબું ભરવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે સેન્ટિંગ તૂટવાના કારણે 8 મજૂરો સીધા જ માઈનસ-2 સુધી ખાબક્યા હતા. 8 મજૂરો કામચલાઉ લિફ્ટ પર ચડીને કામ કરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.સૌ પ્રથમ 2 મજૂરો ગ્રાઉન્ડ પ્લોર પર ખાબક્યા હતા અને આસપાસના લોકો તેમની મદદે દોડી ગયા હતા.ત્યાર બાદ થોડો સમય રહીને તપાસ કરવામાં આવતા બેઝમેન્ટમાંથી બીજા 4 મજૂરો મળી આવ્યા હતા અને બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાંથી પણ અન્ય 2 મજૂરો મળી આવ્યા હતા. કુલ 8 પૈકીના 7 મજૂરોના મોત થયા હતા જ્યારે એક મજૂર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં મૃત્યુ સામે જંગ લડી રહ્યો છે.


