અમેરિકાને સોંપવામાં આવી શકે છે જૂલિયન અસાંજે, 175 વર્ષની થશે જેલ

HM News
1 Min Read

નવી દિલ્હી, 20 એપ્રિલ 2022,બુધવાર : વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે (Julian Assange)ની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.બ્રિટેન તેમણે અમેરિકાને સોંપી શકે છે અને અસાંજેને ત્યાં 175 વર્ષની જેલ થઈ શકે છે.બ્રિટનની એક કોર્ટે જુલિયન અસાંજેને બ્રિટનથી અમેરિકા પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે.ત્યારથી એવી શક્યતાઓ છે કે તેમને અમેરિકાને સોંપવામાં આવી શકે છે.જુલિયન અસાંજે મૂળ રીતે ઓસ્ટ્રેલિયન નાગરિક છે.જો કે, અસાંજેના વકીલો પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં તેમની તરફેણમાં અપીલ કરવાનો સમય છે.તેઓ 18 મે સુધી કોર્ટમાં અપીલ કરી શકે છે.યુકેના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ આ નિર્ણય પર અંતિમ નિર્ણય આપતા પહેલા અસાંજેના વકીલોની બાજુ પણ સાંભળશે.ત્યાર બાદ જ અસાંજેના પ્રત્યાર્પણનો નિર્ણય લેવામાં આવશે.અસાંજે પર યુએસમાં ગુપ્ત સરકારી દસ્તાવેજ સાર્વજનિક કરવાનો આરોપ છે.આ દસ્તાવેજોને તેમણે પોર્ટલ ‘વિકિલિક્સ’ પર સાર્વજનિક કર્યા હતા.આ પછી માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો થયો હતો.જો તેમના પર અમેરિકામાં આ આરોપો પર કેસ ચલાવવામાં આવે તો તેને 175 વર્ષની સજા થઈ શકે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *