કેલીફોર્નીયા,તા. ૧૨: હેકેરોના એક સમુહે દાવો કર્યો છે કે તેમણે અમેરિકામાં લગભગ ૧.૫૦ લાખ સીકયોરિટી કેમેરાને હેક કરી લાઇવ ફીડ સુધી પહોંચ મેળવી લીધી છે.જે કંપનીઓના ફુટેજ સામે આવેલ તેમાં કાર નિર્માતા ટેસ્લા અને સોફટવેર કંપની કલાઉડ ફલોર સામેલ છે.
હેકરોએ મહિલાઓના સ્વાસ્થ્ય કલીનીકો,મન ચિકિત્સા હોસ્પિટલ વગેરેના સીકયોરીટી કેમેરા સુધી પણ પહોંચી ગયા છે.આંતરરાષ્ટ્રીય હેકરોના એક ગ્રુપે આ કારનામુ સીલીકોન વેલીના એક સ્ટાર્ટઅપ વેરકાડા ઇંક દ્વારા એકત્ર કરાયેલ સીકયોરીટી કેમેરા ડાટાને હેક કરી કરેલ.
તેમણે દાવો કરેલ કે તેમની પાસે વેરફાડાના બધા ગ્રાહકો સુધીની પહોંચ પણ છે. હેકરો મુજબ તેમનો ઇરાદોએ દેખાડવાનુ છે કે સિકયોરીટી કેમેરાથી આ પ્રકારની નિગરાની કેટલી કમજોર છે.