વોશિંગ્ટન, તા.5 ઓગસ્ટ 2020, બુધવાર
અમેરિકાના આયોવા સ્ટેટની એક સોસાયટીની અંદર આ મુદ્રા ચાલે છે.અહીં અમેરિકન ઈન્ડિયન જનજાતિ આયવેના લોકો વસે છે.અમેરિકાની આ સોસાયટીના લોકો મહર્ષિ મહેશ યોગીને માને છે.મહર્ષિ વૈદિક સિટીમાં વસેલા તેમના અનુયાયી કામોના બદલે આ મુદ્રામાં લેવડ દેવડ કરે છે.વર્ષ 2002માં ધ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની એક સંસ્થાએ આ મુદ્વાને જારી કરી અને સમર્થકોને આપી હતી.
જોકે નોટોને અહીં સત્તાવાર રીતે મુદ્રા માનવામાં નથી આવતી પરંતુ આ એક ખાસ સર્કલમાં વપરાય છે અને અમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે.આ રીતે 3 નોટોનું મુદ્રણ કરવામા આવ્યું છે.
જે નોટો પર 1 રામ તેનું મૂલ્ય 10 ડૉલર, જેના પર 2 રામ તે 20 ડૉલર અને જેના પર 3 રામ તેની કિંમત 20 અમેરિકન ડૉલર બરાબર છે.આશ્રમની અંદર આનો ઉપયોગ અંદરો અંદર કરવામાં આવે છે.આશ્રમની બહાર જઈ તેને ડૉલરમાં કન્વર્ડ કરાવી શકાય છે.