By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રામ મંદિર નિર્માણમાં નહીં થાય લોખંડનો ઉપયોગ : છતાં ૧૦૦૦ વર્ષ સુધી રહેશે અડીખમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રામ મંદિર નિર્માણમાં નહીં થાય લોખંડનો ઉપયોગ : છતાં ૧૦૦૦ વર્ષ સુધી રહેશે અડીખમ
GeneralNational

રામ મંદિર નિર્માણમાં નહીં થાય લોખંડનો ઉપયોગ : છતાં ૧૦૦૦ વર્ષ સુધી રહેશે અડીખમ

HM News
Last updated: 05/08/2020 5:42 AM
HM News
6 years ago
Share
SHARE

અયોધ્યા,તા.5 : અયોધ્યામાં આવતીકાલે યોજાનાર રામ મંદિર ભૂમિ પૂજનમાં મંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આશિષભાઈ સોમપુર ભાગ લેનાર છે.આ મંદિર આગામી ૧૦૦૦ વર્ષ સુધી સુરક્ષિત રહે તે પ્રમાણે તેની ડિઝાઇન અને રચના કરવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્મામ પામનારું ઐતિહાસિક રામ મંદિર આગામી ૧૦૦૦ વર્ષ સુધી સુરક્ષિત રહે તેવું મજબૂત બનાવવામાં આવશે. આ માટે સમયાંતરે નિયમિત રીતે તેની જાળવણી,સમારકામ પણ થતું રહેશે.આ મંદિર ભૂકંપપ્રુફ પણ હશે.નાગર શૈલીમાં નિર્માણ પામનાર આ રામ મંદિરમાં બંસી પહાડપુરના ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે.તેમ અયોધ્યાના ઔતિહાસિક રામમંદિર નિર્માણ કાર્ય સાથે વર્ષોથી સંકળાયેલા ૭૭ વર્ષના ચંદ્રકાંતભાઈ બળવંતરાય સોમપુરાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૫૦૦ વર્ષ બાદ ફરી એકવાર શ્રીરામ જન્મભૂમિ એવી અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે.જેને લઈને આવતીકાલે ૫ ઓગસ્ટે વડાપ્રધાન મોદી ભૂમિ પૂજન કાર્યક્રમ અંતર્ગત મંદિર નિર્માણનો શિલાન્યાસ કરશે.જેમાં ચંદ્રકાંત સોમપુરાવતી તેમના દીકરા આશિષભાઈ સોમપુરા ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યું કે મંદિર એટલું વિશાળ હશે કે એક સાથે ૫૦૦૦૦ લોકો પૂજા-જાપ માટે ઉપસ્થિત રહી શકશે.આ મંદિરની ઊંચાઈ ૧૬૧ ફૂટ,પહોળાઈ ૧૪૫ ફૂટ અને લંબાઈ ૩૭૦ ફૂટ રહેશે.જયારે ત્રણ માળના આ રામમંદિરના પ્રથમ માળવામાં રામલલ્લા બિરાજમાન થશે.જયારે બીજા માળે રામ દરબાર રહેશે.તો ત્રીજો માળ ખુલ્લો હોલ રહેશે.તેમજ મંદિર પર મુખ્ય શિખર ઉપરાંચ પાંચ મંડપ પણ સામેલ હશે.

આ મંડપની વિશાળતા એટલી હશે કે એકસાથે ૧૦૦૦ જેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહી શકશે.જોકે દર્શનાર્થીઓને લાઈનમાં દર્શન થવાના હોવાથી એકસાથે આટલી ભીડ અહીં જમા થશે નહીં.સોમપુરાએ કહ્યું કે અમારી ૧૪-૧૫ પેઢીથી મંદિર નિર્માણ સાથે સંકળાયેલા છીએ.તેમણે જણાવ્યું કે જેમ અમે અયોધ્યાના ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ અને ડિઝાઇનિંગ સાથે જોડાયેલા છે તેમ અમારા દાદા પ્રભાશંકરભાઈ સોમપુરા ગુજરાતના આદિ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના નિર્માણકાર્ય સાથે જોડાયેલા હતા.એટલે કે બે મહત્વના અને ઐતિહાસિક મંદિરના નિર્માણ કાર્યમાં અમારો પરિવાર જોડાયેલો છે.

ચંદ્રકાંતભાઈ સોમપુરાએ જણાવ્યું કે આ ઐતિહાસિક રામમંદિરનું નિર્માણ સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર મુજબ થશે.જેમાં કયાંય લોખંડનો ઉપયોગ કરાશે નહીં. ખાસ બેનમૂન કલાકારિગરી સાથે આ મંદિર નિર્માણ પામશે.જયારે મંદિર પરિસરમાં જે વન હશે તેમાં પણ જે છોડ હશે તે પણ વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબના હશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અયોધ્યા : અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનાવાશે
Next Article અમેરિકા સહિતના દેશમાં ચાલે છે રામ નામની કરન્સી, ચલણી નોટ પર બિરાજમાન છે રામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up