– ૨૦૦૨માં વોલસ્ટ્રીટ જર્નલના પત્રકારનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી,પાકિસ્તાનની સિંધ હાઇકોર્ટનો ચુકાદો
– યહૂદી હોવાના અલ કાયદાએ અપહરણ કરી શિરચ્છેદ કરી હત્યા કરી દેવાઈ હતી
કરાચી,
પાકિસ્તાનની કોર્ટે ૨૦૦૨ના અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લ હત્યા કેસના મુખ્ય આરોપી અને બ્રિટનમાં જન્મેલા અલ કાયદાના ટોચના નેતા અહેમદ ઓમર સઇદ શેખની મૃત્યુ દંડની સજાને સાત વર્ષની કેદની સજામાં પરિવર્તિત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે વોલ સ્ટ્રીટ જર્નલના ૩૮ વર્ષીય સાઉથ એશિયા બ્યુરો ચીફ પર્લનું અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી.તેઓ પાકિસ્તાનની શક્તિશાળી ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને અલ કાયદા વચ્ચેના સંબધોની તપાસ કરી રહ્યાં હતાં.
ફેબુ્રઆરી,૨૦૦૨માં લાહોરમાંથી શેખની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ મહિના પછી આતંકવાદ વિરોધી કોર્ટે શેખને મૃત્યુ દંડની સજા ફટકારી હતી.
ઓમર શેખ છેલ્લા ૧૮ વર્ષથી જેલમાં છે.પાકિસ્તાનની સિંધ હાઇકોેર્ટે ઓમર શેખની મૃત્યુ દંડની સજા બદલીને સાતની કેદ કરી નાખી છે.
કોર્ટે અન્ય ત્રણ દોષિત ફહદ નસીમ, સલમાન સાકિબ અને શેખ આદિલને મુક્ત કરી દીધા છે.ન્યાયમૂર્તિ મોહંમદકરીમ ખાન આઘાના નેતૃત્ત્વવાળી બે જજોની બનેલી ખંડપીઠ દોષિતોએ ૧૮ વર્ષ પહેલા કરેલી અપીલ પર આ ચુકાદો આપ્યો હતો.