– રાજયોની સરહદો પર ફસાયેલા ટ્રકોને તેના લીધે મુશ્કેલી નહીં પડે
નવી દિલ્હી તા. ર૯: સરકારની કોશિષ એવી છે કે વસ્તુઓ ખાસ કરીને આવશ્યક સામગ્રીની અવરજવરમાં કોઇ પ્રકારની અડચણ ન આવે.સાથે જ આવી સામગ્રી ભરેલા ટ્રકો જે કોઇપણ કારણે નેશનલ હાઇવે અથવા રાજયની બોર્ડરો પર ફસાયા છે,તેમને આગળ જવામાં કોઇ હેરાનગતી ન થાય.આ બાબતોને ધ્યાનમાં રાખીને હવે સરકાર એવા ઇ-વે બિલો જે ર૦ માર્ચથી અકિલા ૧પ એપ્રિલમાં એકસપાયરથઇ ચુકયા છે તેની વેલીડીટી ૩૧ મે સુધી વધારી શકે છે.
સુત્રો અનુસાર,આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સ ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પાડી શકે છે.એક સરકારી અધિકારી અનુસાર, એવા ઘણા ટ્રકો છે,જે માલ ભરીને દુર દુરના વિસ્તારોમાં જાય છે.તેમના માટે ઇ-વે બીલ જરૂરી છે.ઇ-વે બીલ અંતર પ્રમાણે વેલીડ હોય છે. ૧૦૦ કિ.મી.ના અંતર સુધી ઇ-વે બીલની વેલીડીટી ૧ દિવસની હોય છે.પ૦ હજાર રૂપિયાથી વધારે કિંમત માલ પર ઇ-વે બિલ લાગે છે.સામાન ભરેલા એવા હજારો ટ્રક છે,જે ઘણાં દિવસોથી રાજયોની બોર્ડરો પર,હાઇવે પર ફસાયેલા છે.તેમના ઇ-વે બીલની વેલીડીટી પુરી થઇ ગઇ છે.હવે તેમણે ફરીથી ઇ-વે બીલ બનાવવું પડશે ત્યારે તેને બીજા રાજયોમાં પ્રવેશ અપાશે.આ હેરાનગતિમાંથી છૂટકારો આપવા માટે સરકાર હવે જૂના ઇ-વે બીલની વેલીડીટી ૩૧ મે સુધી લંબાવવા માટે વિચાર કરી રહી છે.જો તેમ થશે તો,રાજયોની બોર્ડરો પર ફસાયેલા ટ્રકોને પરિસ્થિતી નોર્મલ થયા પછી બીજા રાજયોમાં જવામાં કોઇ મુશ્કેલી નહીં પડે.તેમની પાસે નવું ઇ-વે બીલ નહીં માંગવામાં આવે અને તેમણે નવું ઇ-વે બીલ બનાવવાની જરૂર નહીં પડે.આ ઉપરાંત,માલની અવર જવરમાં કોઇ ટેકનીકલ મુશ્કેલી નહીં ઉભી થાય.