યસ બેંક હાલ સંકટના સમયથી પસાર થઈ રહી છે. જેના કારણે તેના ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા લગાવવામાં આવેલ રોક આજે એટલે કે 18 માર્ચે સમાપ્ત થઈ જશે અને બેંકમાં સામાન્ય કામકાજ શરૂ થઈ જશે. જેના કારણે ગ્રાહકોને થોડી રાહત મળશે.
પરંતુ હવે બીજી તરફ એક્સિસ બેંકને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એક્સિસ બેંકના લાખો ગ્રાહકોના એકાઉન્ટની ડિટેલ જોખમમાં છે. આઈટી એક્ટ અને છેતરપિંડીના આરોપમાં ગુરુગ્રામ ખાતે ધરપકડ કરેલ નોએડાની એસીએલ કંપનીના કર્મચારી અને ભિવાડીના સાંવડ ગામના રહેવાસી જોગિંદરથી પૂરપરછમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એસીએલ કંપનીનો એક્સિસ બેંક સાથે કરાર છે. આ કંપની એક્સિસ બેંકના ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન માટે જરૂરી ઓટીપી(વન ટાઇમ પાસવર્ડ) મોકલે છે. કર્મચારી ગઠિયાઓ પાસેથી 2 લાખ રૂપિયા લઈ ધણા ગ્રાહકોના એકાઉન્ટનો ડેટા પહેલાથી જ આપી ચૂક્યો હતો.
ત્યારે સોમવારે ફરીથી ગઠિયાઓથી રૂપિયા લઈ ડેટા ગુડગાંવ આપવા આવ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ અત્યાર સુધી ગઠિયાઓ ગ્રાહકોને ફોન કરી પોતાને બેંક કર્ચમારી બતાવી ફસાવતા હતા. વાતોમાં ફેરવી ઓટોપી અને અન્ય માહિતી લઈ ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. પરંતુ જોગિંદરથી મળ્યા બાદ ઠગોને બેંક ખાતાની ડિટેલ અથવા ઓટીપી પૂછવાની પણ જરૂરત પડતી નહોતી. ઓટીપી સીધે તેમની પાસે આવી જતો હતો અને તેઓ ગ્રાહકોના બેંક એકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા. જો કે આ અંગે હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે