અમદાવાદ,
એક્સિસ બેંક લિમિટેડ (એક્સિસ બેંક) અને મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએફએસ)એ મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (મેક્સ લાઇફ)માં સંયુક્ત સાહસ પાર્ટનર બનવા નિર્ણાયક સમજૂતીની જાહેરાત કરી હતી.આ વ્યવહાર થયા પછી મેક્સ લાઇફમાં એક્સિસ બેંક 30 ટકા હિસ્સો ધરાવશે. આ સમજૂતી એક્સિસ બેંક અને મેક્સ લાઇફ વચ્ચે પારસ્પરિક લાભદાયક અને લાંબા ગાળાના સંબંધો ઊભા કરશે તથા ભારતમાં ખાનગી જીવન વીમાક્ષેત્રની ચોથી સૌથી મોટી વીમાકંપની સાથે લાંબા ગાળાની ભાગીદારીમાં સ્થિરતા લાવશે.આ સંયુક્ત સાહસ રચવા માટે થયેલી સમજૂતી હરિફ કંપનીઓ સામે મેક્સ લાઇફની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો કરશે,જેમાં અન્ય મોટી બેંકોની માલિકીની ખાનગી જીવન વીમાકંપનીઓ સામેલ છે.
એક્સિસ બેંક,એમએફએસ અને મેક્સ લાઇફના બોર્ડે 27 એપ્રિલ, 2020નાં રોજ આ વ્યવહારને મંજૂરી આપી હતી.
ત્રણ કંપનીઓએ 20 ફેબ્રુઆરી, 2020ના રોજ એક્સિસ બેંક અને મેક્સ લાઇફ વચ્ચે લાંબા ગાળાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શક્યતા ચકાસવા પર ગોપનીય અને એક્સક્લૂઝિવ વ્યવસ્થા કર્યા પછી આંતરિક ચર્ચાવિચારણા કરી હતી, જેના પરિણામે આ સમજૂતી થઈ છે.અત્યારે મેક્સ લાઇફમાં મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસીસ 72.5 ટકા હિસ્સો અને મિત્સુઈ સુમિતોમો ઇન્સ્યોરન્સ (એમએસઆઈ) 25.5 ટકા હિસ્સો ધરાવે છે.એક્સિસ બેંક પણ આ જીવન વીમાકંપનીમાં માઇનોર હિસ્સો ધરાવે છે.એક્સિસ બેંક સાથે કથિત વ્યવહાર પછી એમએસઆઈનો 20.6 ટકા હિસ્સો એક્સિસ બેંકને મળશે.